જામનગર શહેરની શાન એવા લાખોટા તળાવમાં થોડા સમય પહેલાં અસંખ્ય પક્ષીઓના મોત નિપજતા પક્ષીવિદોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પક્ષીઓના મોત બાદ તેમનું પીએમ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આખરે તળાવની પાળ ઉપર બેસીને અખાદ્ય પદાર્થોનો વેચાણ કરતા વેચાણકારો સામે કડક કાર્યવાહી અંતર્ગત આજે એસ્ટેટ શાખાએ આજે અખાદ્ય જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના લાખોટા તળાવમાં થોડા દિવસ પહેલાં અસંખ્ય પક્ષીઓના કોઇ કારણસર મોત નિપજતા પક્ષીવિદોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ બનાવ બાદ મહાનગરપાલિકાની એસ્ટટ શાખા એ હરકતમાં આવી પક્ષીઓના મૃતદેહને પીએમ માટે મોકલ્યા હતાં. આ પીએમ રીપોર્ટ આવ્યા બાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના રાજભા જાડેજા તથા તેમની ટીમે આજે સવારે લાખોટા તળાવની પાળ પર પક્ષીઓ માટેના અખાદ્ય જથ્થાઓનું વેચાણ કરતા વેચાણકારો ઉપર કડક કાર્યવાહી અંતર્ગત આ વેપારીઓ પાસે રહેલો અખાદ્ય જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.