પોલીસે 9.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજકોટના શખ્સની શોધખોળ હાથ ધરી
કાલાવડ તાલુકા પોલીસ ગઈકાલના રોજ ચેકિંગમાં હતી તે દરમિયાન દારુનો મોટોજથ્થો પકડી પાડ્યો છે. નાના વડાળા ગામની સીમમાં આવેલ વાડીના ગોડાઉન માંથી કાલાવડ ગ્રામ્ય પોલીસે અલગ અલગ બ્રાન્ડની દારુની 1860 બોટલ અને બાઈક સહીત રૂ.9.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજકોટનો શખ્સ કાલાવડ ગામે આવેલ પોતાની વાડીમાં દારુનો જથ્થો રાખી હેરફેર કરતો હોવાનું સામે આવતા પોલીસે શખ્સની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં યુનિવર્સીટી રોડ, બાપા સીતારામની મઢુલી પાસે સદ્ગુરુનગરમાં રહેતો કુલદીપસિંહ ભગીરથસિંહ જાડેજા નામનો શખ્સ કાલાવડ તાલુકાના નાના વડાળા ગામે આવેલ પોતાની વાડીએ દારુનો જથ્થો રાખી હેરફેર કરતો હોવાની બાતમીના આધારે ત્યાં દરોડો પાડતા વાડીએ આવેલ ગોડાઉન માંથી દારુની 1860 બોટલ મળી આવતા પોલીસે રૂ.9,30,000 તથા દારુની હેરફેર કરવા અર્થે રાખેલ એક હોન્ડા કંપનીનું કાળા કલરનું મોટરસાઈકલ જેના નં.જીજે-11-કયુ-5328 જેની કિંમત રૂ.15000 સહીત કુલ રૂ.9,45000નો મુદ્દામાલ જપ્ત કરી કાલાવડ ગ્રામ્ય પોલીસે પ્રોહીબીશન કલમ 65(એ)(ઈ),116(બી),92(2) મુજબ ગુન્હો નોંધી ફરારી આરોપીની તપાસ હાથ ધરી છે.