Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયકારમાં બેસનાર તમામ લોકો માટે સીટ બેલ્ટ ફરજિયાત

કારમાં બેસનાર તમામ લોકો માટે સીટ બેલ્ટ ફરજિયાત

સાયરસ મિસ્ત્રીના આકસ્મિક મોત બાદ પરિવહન મંત્રાલય : બેલ્ટ નહીં બાંધનારને રૂા. 1000નો દંડ

- Advertisement -

કેન્દ્રોય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, હવે કારમાં બેઠેલા દરેક વ્યક્તિ માટે સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત રહેશે.

- Advertisement -

તેમણે કહ્યું કે, સાયરસ મિષીના નિધન બાદ આજે સરકારે પાછળની સીટ પર બેસેલા મુસાફરોની સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે. પાછળની સીટ માટે પણ સીટ બેલ્ટ જરૂરી છે. નીતિન ગડકરીએ જણાવ્યું કે, સરકાર વ્હિકલ નિર્માતાઓ માટે પાછળની સીટો માટે પણ સીટ બેલ્ટ એલાર્મ સિસ્ટમ મૂકવી ફરજિયાત બનાવવાની યોજના બનાવી રહી છે. હાલમાં તમામ વાહન ઉત્પાદકો માટે માત્ર આગળની સીટના મુસાફરો માટે જ સીટ બેલ્ટ રિમાઇન્ડર આપવાનું ફરજિયાત છે. એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ કહ્યું કે, કાર અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીના નિધન બાદ અમે નિર્ણય લીધો છે કે વાહનોમાં પાછળની સીટો માટે સીટ બેલ્ટ બીપ સિસ્ટમ પણ હશે. તેમણે કહ્યું કે, બધા માટે સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત રહેશે. સાથે જ આ નિયમનું ઉલ્લંઘન કરનારાઓને દંડ ફટકારવામાં આવશે. સીટ બેલ્ટ ન પહેરવા બદલ ચલણને મંજૂરી આપવામાં આવશે. આ આદેશને 3 દિવસની અંદર લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિષીનું મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર અકસ્માતમાં મોત થયું હતું. તેમની કાર મુંબઈ નજીક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસ અકસ્માતનું કારણ ઓવરસ્પીડ અને રોંગ સાઇડથી ઓવરટેક હોવાનું માની રહી છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પાછળ બેસેલા સાયરસ મિષીએ સીટ બેલ્ટ બાંધ્યો ન હતો. ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીના મોત બાદ મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવે કારમાં સવારે દરેક મુસાફરો માટે સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત રહેશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, વાહનની પાછળ બેઠેલા મુસાફરો માટે પણ સીટ બેલ્ટ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિષીના નિધન બાદ સરકારે કારની પાછળની સીટ પર બેઠેલા મુસાફરોની સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular