જામનગર શહેરના નવાગામ ઘેડ પંચાયત ઓફિસ શેરી નં.3 માંથી સિટી બી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઇ આરોપી નાશી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં નવાગામ ઘેડ પંચાયત ઓફિસ શેરી નં.3 માં રહેતો જય કિશન વિનોદ રાઠોડ નામનો શખ્સ પોતાના રહેણાંક મકાને દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની સિટી બી ના હેકો રાજેશભાઈ વેગડ, એએસઆઈ હિતેશભાઇ ચાવડા તથા પો.કો. સંજયભાઈ પરમારને બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચના તથા પીઆઈ કે.જે.ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.એસ. વાઢેર, એએસઆઇ હિતેશભાઈ ચાવડા, હેકો રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા, પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, સંજયભાઈ પરમાર, વનરાજભાઈ ખવડ તથા વિપુલભાઈ ગઢવી દ્વારા રેઈડ દરમિયાન ગેસના બે બાટલા, બે ગેસના ચુલા, 70 લીટરની ક્ષમતાના બે પ્લાસ્ટિકના બેરલમાં રૂા.280 ની કિંમતનો 140 લીટર દેશી દારૂ બનાવવાનો કાચો આથો, બે સ્ટિલના બાફણિયા ટીપ, સ્ટીલનું દેગડુ સહિત કુલ રૂા.5870 ની કિંમતના ભઠ્ઠીના સાધનો તથા રૂા.200 ની કિંમતનો 10 લીટર દેશી દારૂ સહિત કુલ રૂા.6350 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.