ગુજરાતમાં સી પ્લેનને લઇને એક સારા સમાચાર આવ્યા છે. વિધાનસભામાં સરકારે લેખિતમાં જાહેરાત કરી છે કે સી પ્લેન ની સેવાને ફરી શરૂ કરવામાં આવશે.
સી પ્લેનની સેવા પુન: શરૂ કરવા માટે સરકારે કહ્યું કે, નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી પૂર્ણ થતા સી પ્લેન સેવા શરૂ કરાશે. પહેલાના રૂટ મુજબ જ ફરી એ રૂટમાં જ સી પ્લેન સેવા શરૂ થશે. રાજ્ય સરકારે વિધાનસભાની પ્રશ્ર્નોતરીમાં લેખિતમાં જવાબમાં જણાવ્યું છે. ભાજપાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાની પ્રશ્ર્નોતરીમાં સરકારે જણાવ્યું કે, કાર્યવાહી પૂર્ણ થતા સેવા ફરી શરૂ કરાશે.