Monday, January 13, 2025
Homeરાજ્યગુજરાતકેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર દ્વારા સાત જિલ્લાની સમિક્ષા

કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર દ્વારા સાત જિલ્લાની સમિક્ષા

જામનગર કલેકટર ડો. સૌરભ પારઘી તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં

- Advertisement -

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ની તૈયારીને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે રાજકોટ ખાતે સાત જિલ્લાની સર્વગ્રાહી સમિક્ષા કરાઇ હતી.

- Advertisement -

ગઈકાલે રાજકોટ ખાતે આવેલ કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હ્રીદેશકુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી એસ.બી.જોશી તથા ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંગે થયેલી તૈયારીની સમિક્ષા બેઠક યોજી હતી. જેમાં વિધાનસભાની સામાન્ય ચુંટણી સંદર્ભે વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી ઉપસ્થિત સંબંધીત જિલ્લાઓના કલેકટરશ્રીઓ અને પોલીસ અધિક્ષકો દ્વારા રજુ કરાઇ હતી. આ તકે કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશ્નર હ્રીદેશકુમારે ઉપસ્થિત સૌ અધિકારીઓને ચુંટણીલક્ષી માર્ગદર્શક સુચનો કર્યા હતા.
બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે ચૂંટણીપંચના સભ્યઓ તેમજ અન્ય જિલ્લા કલેકટરઓ અને પોલીસ અધિક્ષકઓને આવકાર્યા હતા.

આ બેઠકમાં રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુ, જામનગર કલેકટર ડો. સૌરભ પારધી, મોરબી કલેકટર જી.ટી.પંડ્યા, દેવભૂમિ દ્વારકા કલેકટર મુકેશ પંડ્યા, બોટાદ કલેકટર બીજલ શાહ, સુરેન્દ્રનગર કલેકટર કે.સી.સંપટ અને કચ્છ જિલ્લાના કલેકટર દિલીપ રાણા તેમજ રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક હરેશભાઈ દુધાત, મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, કચ્છ પશ્ર્ચિમ પોલીસ અધિક્ષક સૌરભ સિંધ, કચ્છ પૂર્વ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, બોટાદ પોલીસ અધિક્ષક કિશોરભાઈ બળોલિયા, દેવભૂમિ દ્વારકા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular