જામનગર શહેરમાં આવેલા વ્હોરાના હજીરા નજીક મઝહરે બદરી ટ્રસ્ટની જગ્યામાં પાર્ક કરેલી જીજે-10-એસી-7250 નંબરની સ્કોર્પિયો કારમાં આજે સવારે એકાએક આગ લાગી હતી. આ અંગેની જાણ થતા જામનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીના મારા દ્વારા આગને કાબુમાં લીધી હતી. પરંતુ તે પૂર્વે સ્કોર્પિયો કાર સળગી ગઈ હતી. જો કે, સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.