જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા સાંઢીયા પુલ પાસે આજે બપોરના સમયે પૂરઝડપે બેફીકરાઈથી આવતા ક્ધટેનર ચાલકે સ્કૂટર સવારને ઠોકર મારી હડફેટે લેતા પ્રૌઢનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર-ખંભાળિયા માર્ગ પર સાંઢીયા પુલ પાસે કનસુમરા ગામના પાટીયા નજીકથી પસાર થતા વલી મામદ નામના પ્રૌઢ તેના જીજે-10-ડીએચ-5444 નંબરના સ્કૂટર પર જતાં હતાં તે દરમ્યાન પૂરઝડપે બેફીકરાઈથી આવતા આરજે-47-જીએ-2881 નંબરના ક્ધટેનર ચાલકે ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં પ્રૌઢને ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. અકસ્માતના સમયે રોડ પર લોકો એકઠા થઇ ગયા હતાં. બનાવની જાણ થતા પીએસઆઇ સી.એમ.કાંટેલિયા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી સલીમ બેગાણીના નિવેદનના આધારે ક્ધટેનર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.