Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયગોવામાં SCO વિદેશ મંત્રીઓની બેઠક

ગોવામાં SCO વિદેશ મંત્રીઓની બેઠક

પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો રહ્યાં ઉપસ્થિત, 12 વર્ષ બાદ ભારત-પાકિસ્તાનના વિદેશમંત્રીઓ વચ્ચે વાતચીત

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વિદેશ મંત્રીઓની બે દિવસીય બેઠક આજથી ગોવામાં શરૂ થઈ રહી છે, જેની યજમાની ભારત કરી રહી છે. બેઠકમાં સામેલ સભ્ય દેશો આ સંમેલનમાં પ્રાદેશિક પડકારો અને રાજકીય ઉથલપાથલ અંગે ચર્ચા કરશે. સૌથી વધુ વાત કરી જયશંકર અને બિલાવલ ભુટ્ટો ઝરદારી વચ્ચે કોન્ફરન્સની બાજુમાં દ્વિ-પક્ષીય બેઠક યોજાઈ રહી છે.

- Advertisement -

ભારત એવા સમયે આ સંમેલનનું આયોજન કરી રહ્યું છે જયારે પૂર્વી લદ્દાખમાં ચીન સાથે સરહદ વિવાદ વધી ગયો છે, સંબંધો તંગ છે. યુક્રેન યુદ્ધના કારણે પશ્ચિમી દેશો સાથે રશિયાનો તણાવ પણ વધી ગયો છે. એ જ રીતે ચીનની વિસ્તરણવાદી નીતિ દરેકને ચિંતામાં મૂકી રહી છે. કોન્ફરન્સ દરમિયાન ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ અને પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી આ બેઠકમાં ભાગ લઇ રહયા છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર આ બેઠકની અધ્યક્ષતા કરશે.

તૈયારીઓ સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે અહીં પરસ્પર વેપાર, રોકાણ અને કનેક્ટિવિટી વધારવા પર વધુ વાતચીત થશે. બીજી તરફ તાલિબાન શાસન અને વર્તમાન પરિસ્થિતિને કારણે અફઘાનિસ્તાન આતંકવાદી તાલીમનું કેન્દ્ર બનવા અંગેની ચિંતાઓ પર ચર્ચા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર જયશંકર કોન્ફરન્સની સાથે સાથે ચીન અને કેટલાક અન્ય દેશોના વિદેશ મંત્રીઓ સાથે પણ બેઠક કરી શકે છે. આ સંમેલન 4 મેના રોજ સભ્ય દેશોના સ્વાગત સાથે શરૂ થશે. 5 મેથી, જૂથ મુખ્ય વિષયો પર ચર્ચા કરશે.

- Advertisement -

એસ જયશંકર પોતે SCO ફોરેન મિનિસ્ટર્સ કોન્ફરન્સ 2023ની તૈયારીઓની સમીક્ષા કરવા બુધવારે ગોવા પહોંચ્યા હતા. સમરકંદ કોન્ફરન્સ 2022 પછી ભારતે જઈઘનું અધ્યક્ષપદ સંભાળ્યું. તે વિદેશ મંત્રીઓ સહિત SCOની ઘણી બેઠકો અને પરિષદોનું આયોજન કરે છે. પાકિસ્તાન, ચીન અને રશિયા સહિતના તમામ સભ્યોને ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, બધાએ ભાગ લેવા માટે સંમતિ આપી છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે તેના વિદેશ મંત્રી કિન ગેંગ વિવિધ ક્ષેત્રો અને વિષયોથી સંબંધિત આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક પરિસ્થિતિ પર પોતાના વિચારો સભ્યો સાથે શેર કરશે. તે જ સમયે, રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેમના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ ભારતમાં ચર્ચા માટે આંતરરાષ્ટ્રીય બાબતો અને સ્થાનિક એજન્ડાને ઉઠાવશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કોન્ફરન્સમાં ભાગ લેવાની તક મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું હતું કે તેમની ભાગીદારી SCO ચાર્ટર અને વિદેશ નીતિની પ્રાથમિકતાઓ પ્રત્યે પાકિસ્તાનની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો વિદેશ મંત્રીઓની બેઠક માટે ભારત આવી રહ્યા છે. 12 વર્ષ બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રીની આ ભારત મુલાકાત હશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular