Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયકેન્દ્રીય મંત્રીમંડળમાં સિંધિયાનો સમાવેશ થવાની શક્યતા

કેન્દ્રીય મંત્રીમંડળમાં સિંધિયાનો સમાવેશ થવાની શક્યતા

મોદી સરકારના 2 વર્ષ પુરા થવાની સાથે જ મંત્રીમંડળમાં ફેરફાર : ચાર મંત્રીઓ પાસે રહેલી જવાબદારી ઓછી કરાશે

મધ્યપ્રદેશમાં ગત વર્ષે માર્ચમાં કમલનાથ સરકારના સત્તાપલટામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપમાં જ ટૂંક સમયમાં મોટી ભેટ મળી શકે છે. તેમને મોદી સરકારમાં મંત્રીપદ મળવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

- Advertisement -

મોદી સરકાર 2.0ના 2 વર્ષ પૂરાં થયાં છે, ત્યારે વડાપ્રધાન મોદી પોતાના મંત્રીમંડળમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે. PM મોદીએ શુક્રવારે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે બેઠક કરી હતી. એ બાદ સિંધિયા સમર્થકોનો દાવો છે કે તેમના નેતાને ટૂંક સમયમાં જ મોદી ટીમમાં જગ્યા મળી જશે.

સિંધિયા સમર્થકના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે સિંધિયાને રેલવેની કમાન મળી શકે છે. જોકે તેમને શહેરી વિકાસ કે માનવસંસાધન જેવાં મહત્ત્વના મંત્રાલય આપવાની ચર્ચા પણ કરી છે. તેઓ ભાજપમાં સામેલ થયાને 15 મહિના પસાર થઈ ગયા છે. હવે ભાજપાએ તેમને કરેલો વાયદો પૂરો કરવા જઈ રહી છે, જેની ચર્ચા દિલ્હીથી લઈને મધ્યપ્રદેશ સુધી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular