Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયવૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં તૈયાર કર્યું માનવભ્રુણ !

વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં તૈયાર કર્યું માનવભ્રુણ !

કાયદાકીય જોગવાઈઓને કારણે સંશોધન અટકાવી દેવાયું

- Advertisement -

સ્ત્રીનો અંડકોષ અને પુરૂષના શુક્રાણુ મળે એટલે કે ફર્ટિલાઈઝેશન થવાના થોડા દિવસ પછી સૌપ્રથમ બ્લાસ્ટોસિસ્ટ કે બ્લાસ્ટોઈડ બનાવે છે. આ જ બ્લાસ્ટોસિસ્ટ જઈને ગર્ભાશયની દિવાલ સાથે ચોંટી જાય છે અને થોડા દિવસ પછી ભ્રૂણ બને છે.

- Advertisement -

થોડા દિવસો અગાઉ અમેરિકન અને ઓસ્ટ્રેલિયન વિજ્ઞાનીઓની બે ટીમોએ સ્ત્રીના અંડકોષ અને પુરૂષના શુક્રાણુ વિના જ માનવભ્રૂણની પ્રારંભિક સંરચના એટલે કે બ્લાસ્ટોસિસ્ટ તૈયાર કરી. એ પણ ગર્ભાશયમાં નહીં પરંતુ પોતાની લેબોરેટરીની પેટ્રી ડિશમાં.

પેટ્રી ડિશ કાચની એક નાની પ્લેટ હોય છે, જેમાં વિજ્ઞાનીઓ પોતાના પ્રયોગો કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો વિજ્ઞાનીઓએ સ્ત્રી અને પુરૂષ વિના જ પ્રયોગશાળામાં ભ્રૂણ તૈયાર કરી લીધું.

- Advertisement -

પેટ્રી ડિશમાં રહેલ આ બ્લાસ્ટોસિસ્ટે એવો જ વ્યવહાર કર્યો જેવો તે ગર્ભાશયની દિવાલ પર ચોંટ્યા પછી કરે છે. અસલી બ્લાસ્ટોસિસ્ટની જે જ્યારે તેમને ચાર-પાંચ દિવસ વિકસવા દેવાયા તો તેમાં પણ ભ્રૂણની જેમ પ્લેસેન્ટા અને પ્રી એમ્નિયોટિક કેવિટી બનવાની શરૂઆત થઈ ગઈ.

પ્લેસેન્ટા એક એવી નળી હોય છે જેનાથી ભ્રૂણને માતાના રક્તથી પોષણ અને ઓક્સિજન ગળાઈને મળે છે. તેને સામાન્ય ભાષામાં નાળ પણ કહે છે. જ્યારે, એમ્નિયોટિક કેવિટી એવી જાળી છે જેમાં ભ્રૂણ ઉછરે છે.

- Advertisement -

વિજ્ઞાનીઓ તેનાથી આગળ પણ વધી શકતા હતા પરંતુ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર સ્ટેમ સેલ રિસર્ચ (ISSCR)ની ગાઈડલાઈન અનુસાર કોઈપણ માનવભ્રણ પર લેબોરેટરીમાં ફર્ટિલાઈઝેશનના 14 દિવસ સુધી જ પ્રયોગ કરી શકાય છે. આ નિયમના કારણે વિજ્ઞાનીઓએ માત્ર પાંચ દિવસ પછી જ રિસર્ચ અટકાવી દીધું.

વિજ્ઞાનીઓની પ્રથમ ટીમે પુખ્ત વ્યક્તિની ત્વચાની કોશિકાઓને જેનેટિક પ્રોગ્રામિંગ દ્વારા માનવ બ્લાસ્ટોસિસ્ટ જેવી બનાવી દીધી. જ્યારે બીજી ટીમે પુખ્ત માનવીની ત્વચાની કોશિકાઓ અને ભ્રૂણમાંથી લેવાયેલા સ્ટેમ સેલ દ્વારા આ પ્રયોગ કર્યો. આ સ્ટેમ સેલને ખાસ રાસાયણિક ક્રિયાઓથી બ્લાસ્ટોસિસ્ટની જેમ ગોળ આકાર આપવામાં આવ્યો. સંશોધકોએ પોતાની સંરચનાઓને આઈ બ્લાસ્ટોઈડ્સ અને હ્યુમન બ્લાસ્ટોઈડ્સ નામ આપ્યા છે.

કોઈપણ પ્રકારના રિસર્ચ માટે માનવભ્રૂણને મેળવવું વિજ્ઞાનીઓ માટે હંમેશા કઠિન રહ્યું છે. વાસ્તવમાં, માનવભ્રૂણને લઈને હાલના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કાયદાઓ એવા છે જેમાં અનેક કાયદાકીય અને નૈતિક અડચણો છે.

ઈન્ટરનેશનલ સોસાયટી ફોર સ્ટેમ સેલ રિસર્ચ (ISSCR)ના અનુસાર IVF દ્વારા બાળક મેળવવાની કોશિશ કરનારાઓ માટે ભ્રૂણ વિકસિત કરવાનું કામ અંડકોષ અને સ્પર્મનું ફર્ટિલાઈઝેશન કરાવવા માટે માત્ર 14 દિવસ સુધી જ કરી શકાય છે. આ અવધિ પછી તેને કલ્ચર કરવા અંગે પ્રતિબંધ છે. એટલે કે ફર્ટિલાઈઝેશનના 14 દિવસ માટે વિજ્ઞાનીઓ કોઈપણ પ્રકારનો પ્રયોગ કરી શકે છે.

બીજીતરફ, વિજ્ઞાનીઓ કહે છે કે 14 દિવસવાળા નિયમમાં એ ભ્રૂણોની વાત નથી કે જે ફર્ટિલાઈઝેશન વિના તૈયાર કરાયા હોય, આમ છતાં ટીમના સંશોધકોએ નિયમોની સીમામાં રહીને માત્ર પાંચ દિવસ સુધી જ બ્લાસ્ટોઈડને કલ્ચર કર્યુ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular