Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયદેશના 12 રાજ્યોમાં આજથી શાળાઓ શરુ

દેશના 12 રાજ્યોમાં આજથી શાળાઓ શરુ

- Advertisement -

દેશમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી છે. આજે પણ કોરોનાના 1,67,059 કેસ નોંધાયા છે. સંક્રમણ ઘટતા દેશના 12 રાજ્યોમાં આજથી કોરોનાગાઈડલાઈન અને અમુક નિયંત્રણો સાથે શાળાઓ પુનઃશરુ કરવામાં આવી છે. જન્યુઆરી મહિનામાં કોવિડ સંક્રમણ વધતા મોટા ભાગના રાજ્યોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ આજે 1 ફેબ્રુઆરીથી બાળકો શાળાએ જશે.

- Advertisement -

દેશના 12 રાજ્યો જેમાં મધ્યપ્રદેશમાં આજથી ધો.1થી 12 સુધીના વર્ગો 50% હાજરી સાથે શરુ કરવામાં આવ્યા છે. ઉપરાંત હોસ્ટેલો પણ 50% ક્ષમતા સાથે ખુલશે. રાજસ્થાનમાં ધો.10થી 12ના વર્ગો આજથી શરુ થશે અને 10 ફેબ્રુઆરીથી 6 થી 9ની શાળાઓ શરુ થશે. હરિયાણામાં ધો.10થી 12ની શાળાઓ, હિમાચલ પ્રદેશમાં ધો. 9, 11, 12ની સ્કૂલો આજથી શરુ થશે. ઉત્તરાખંડમાં પણ ધો.10થી 12ના વર્ગો આજથી શરુ થશે. તેલંગાણા અને તમિલનાડુમાં આજથી ધો.1થી 12ની શાળાઓ ખુલશે. તો કર્નાટકમાં ગઈકાલથી એટલે કે 31 જાન્યુઆરીથી શાળાઓ શરુ થઇ છે. મહારષ્ટ્રના પુણેમાં  ધો,1થી8માં અડધા દિવસ માટે શાળાઓ ખુલશે જયારે ધો.9 અને 10ની શાળાઓ નિયમિત શરુ કરી દેવામાં આવી છે. મુંબઈમાં પણ શાળાઓ શરુ થઇ છે. તમિલનાડુ અને ત્રિપુરામાં માં ધો.1થી 12ના વર્ગો શરુ કરવામાં આવ્યા છે. પશ્ચિમબંગાળમાં પણ 3 ફેબ્રુઆરીથી ધો.8થી12ની શાળાઓ શરુ કરવામાં આવશે.

ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ ઘટ્યું છે. પરંતુ 6જાન્યુઆરી બાદ શાળાઓ ખોલવી કે નહી તે અંગે નિર્ણય લેવામાં આવશે. ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ યથાવત રહેશે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં સ્કૂલ-કોલેજો ખોલવા અંગે 6 ફેબ્રુઆરી બાદ નિર્ણય લેવામાં આવશે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular