ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી જામનગરની લોકપ્રિય પ્રોવિડેન્સીયા સ્કૂલમાં લલિત જોશી દિગ્દર્શિત ભીનુ રણ, સુકો દરિયો નાટક યોજાયું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો.
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી સાંસ્કૃતિક વારસાની જાળવણી યોજના અંતર્ગત નગરની જાણીતી લોક્પ્રીયા પ્રોવિડેન્સીયા સ્કુલના લોક્પ્રિયા હોલ ખાતે આઈએમએ ગુજ્જુના ફિલ્મ પ્રોડયુસર વિરલ જૈનના સહયોગથી જાણીતા એડવોકેટ વિજય ત્રિવેદી, બ્રહ્મઅગ્રણી રાજેશ મેહતા અને નગરના જાણીતા નૃત્ય નિદર્શક ગૌરવ પુરસ્કૃત ડો નેહા શુક્લાની ઉપસ્થિતિમાં 170થી વધુ ગુજરાતી નાટકોના લેખક પ્રવીણ સોલંકી લિખિત અને નગરના જાણીતા નાટ્ય દિગ્દર્શક એન્કર લલિત જોશી દિગ્દર્શિત ભીનું રણ સુકો દરિયો નાટક ભજવાયું હતું. લલિત જોશી, હિરેન શુક્લા, યશ ભૂદેવ, પૂજા કતિરા, ભણશાલી હિમાની શાહ, રાજદીપસિંહ ગોહિલ, અર્જુનસિહ રાણા, કાવ્ય જોશી, ઓમ જોશી, દિવ્યેશ ચાવડા, અંકિત બોડા, રવિ ખેતાણીએ અભિનયના ઓજશ પાથારીયા હતા. સંગીત સંચાલન સુરેન્દ્ર ચુડાસમા પ્રોડક્સન મેનેજમેન્ટ કલ્પેશ જોશી, લાઇટસ અને નેપથ્ય કમલ પંડ્યા, કિશોર અગ્રાવત, મેકઅપ ચારુબેન શાહ અને સેટસ અશોક લુંગાતર રાજકોટનું રહ્યું હતું.