જામનગર શહેર અને જિલ્લામાં આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન કાલાવડમાં સવા ઈંચ જ્યારે લાલપુરમાં પોણો, જામનગર-જોડિયામાં અડધો-અડધો ઈંચ પાણી વરસ્યું હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સવારે 6 વાગ્યા સુધીના પુરા થતા 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં ઝાપટારૂપે અડધો ઈંચ પાણી વરસ્યું હતું તેમજ તાલુકાના દરેડમાં પોણો ઈંચ તથા મોટી ભલસાણ અને લાખાબાવળમાં અડધો-અડધો ઇંચ તેમજ મોટી બાણુંગાર, જામવણથલી, અલિયાબાડામાં સામાન્ય ઝાપટા પડયા હતાં. કાલાવડમાં વહેલીસવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં વધુ સવા ઈંચ પાણી પડયું હતું. તાલુકાના નવાગામમાં ઝાપટારૂપે અડધો ઈંચ પાણી વરસ્યું હતું. લાલપુરમાં વધુ પોણો ઈંચ વરસાદ પડયો હતો તથા તાલુકાના ગામોમાં પડાણા, મોટા ખડબા, મોડપર અને હરીપરમાં અડધો-અડધો ઈંચ ઝાપટારૂપે વરસ્યો હતો. જામજોધપુરના જામવાડીમાં વધુ અડધો ઈંચ ઝાપટું પડયું હતું તથા જોડિયામાં અડધો ઈંચ અને ધ્રોલમાં કોળુ ધાકોડ રહ્યું હતું.