જામનગરના બેડી, રસુલનગર, સચાણા અને સિકકાના દરિયાકિનારે 34 જેટલા શખ્સોએ વર્ષ 2017 થી 2023 સુધીના સમય દરમ્યાન ગુનાહિત કાવતરું રચી જૂની ફિશીંગ બોટના રજિસ્ટ્રી સર્ટીફિકેટ ન હોય તેવી નવી ખરીદ કરેલ બોટના ખોટા બીલો મંગાવી બોટમાલિકો સહિતનાઓએ ફિશરીઝ વિભાગ સાથે ઓનલાઇન સબમિશન કરી જૂની બોટને નવી બોટ બતાવી લાયસન્સો મેળવી લીધાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ કૌભાંડ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના બેડી, રસુલનગર અને સચાણામાં રહેતા અને માછીમારી કરતાં હાજી ઇબ્રાહિમ ભાયા, જફર ઈસા ભગદ, રેલીયા બીલાલ દીનમામદ, અબ્દુલ સલીમ કકલ, ઇકબાલ અબ્દુલ મોડા, હમીદ આમદ ગંઢાર, સંઘાર સલીમ ઈસ્માઇલ, અબ્બાસ હારૂન સોઢા, હાજી નૂરમામદ સોઢા, અખ્તર સુલેમાન લોન્દરા, અલી ઇસ્માઇલ કકલ, આમદ સલેમામદ બારોયા, અહેમદ કાસમ જખારા, સુલેમાન ગુલામહુશેન સાઇચા, જફર અનાવર ભાયાણી, ગજણ અકબર જુસબ, સંઘાર અકબર ઇસ્માઇલ, અકબર મામદ હામીરાની, મુસા જાકુબ કકલ, સોઢા મુમતાઝ અહેમુદ, મુબારક ઇકબાલ સંઘાર, અલ્તાફ અહમદ કકલ, કાસમ મુસા સુભણિયા, ઓસમાણ એલિયાસ સુભણિયા, બિલાલ તાલબ કકલ, સલીમ ગની ગંઢાર, સલીમ મહમદ ગંઢાર, સાજિદ શબ્બીર સોઢા, હુંદડા ઇકબાલ દાઉદ, બારોયા અયુબ ઓસમાણ નામના 30 શખ્સોએ પૂર્વઆયોજિત કાવતરું રચી વર્ષ 2017 થી વર્ષ 2023 સુધીના સમયગાળા દરમિયાન અનવર અઝીઝ ગાધ, ઇશાક ઇબ્રાહિમ હુંદડા અને અખ્તર ઇબ્રાહિમ માણેક નામના ત્રણ શખ્સોએ જૂની ફિશીંગ બોટના રજિસ્ટ્રી સર્ટીફિકટ (કોલ) ન હોય તેવી ફિશિંગ બોટોના નવી ખરીદ કરેલ ખોટા બીલો ભાવનગરના તરૂણ સવાઇલાલ રાજપૂરા પાસેથી મંગાવ્યા હતા.
ત્યારબાદ આ જુની ફિશીંગ બોટના રજિસ્ટ્રી સર્ટીફિકેટ (કોલ) માટે નવી ખરીદ કરેલ બોટના ખોટા બિલો બોટમાલિકો સાથે રહી ફિશિંગ બોટને રિ-બિલ્ટ (સુધારા-વધારા) દર્શાવી જામનગરના ફિશરીઝ વિભાગમાં ઓનલાઇન સબમીશન કરી જૂની ફિશિંગ બોટોને નવી ફિશિંગ બોટ તરીકે દર્શાવી 30 રજિસ્ટ્રી સર્ટીફિકેટ (કોલ) તથા બોટના લાયસન્સ મેળવી ગુનો આચર્યાના કૌભાંડમાં પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી એસઓજી પીઆઇ બી. એન. ચૌધરી અને પીએસઆઇ એસ. પી. ગોહિલ તથા સ્ટાફએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


