Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઘરેલુ બચતમાં નામના ધરાવતાં ભારતમાં બચતો ઘટી ગઇ!

ઘરેલુ બચતમાં નામના ધરાવતાં ભારતમાં બચતો ઘટી ગઇ!

પાછલાં 3 વર્ષથી બચતો ઘટે છે: બચતો નબળી બને તો અર્થતંત્ર માટે જોખમ

- Advertisement -

ભારતીય રોકાણકારો ધીરે ધીરે ઘરેલુ બચતકારનું બિરુદ ગુમાવી રહ્યા છે. કુલ બચત રેશિયો માર્ચ-2020માં 31.4 ટકાના સ્તરે રહ્યો હતો. જે પડોશી દેશો ચીન અને નેપાળ કરતાં પણ નીચો રહ્યો છે. બેન્ક એફડી, પીએફ, ઇન્સ્યોરન્સ સહિતના પારંપરિક સ્ત્રોતમાં વ્યાજ અને રિટર્ન ફુગાવાના દર કરતાં નીચે રહેવાના કારણે રોકાણકારો ઇકિવટી,મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇટીએફ તરફ વળી રહ્યા હોવાનું નિષ્ણાંતો જણાવે છે.

ભારતનો કુલ બચત રેશિયો માર્ચ-20માં 31.4 ટકા હતો તે જોકે, 18.9 ટકાની એવરેજથી ઉપર રહ્યો હોવા છતાં માર્ચ-2008ના 37.8 ટકાની ઓલટાઇમ હાઇ સપાટીથી નીચે રહેવા સાથે છેલ્લા 3 વર્ષથી ઘટી રહ્યો છે.સીઇઆઇસીના ડેટા અનુસાર ગ્રોસ ડોમેસ્ટીક સેવિંગ્સ અને એન્યુએલ નોમિનલ જીડીપીમાંથી ગ્રોસ ડોમેસ્ટીક સેવિંગ્સરેટની ગણતરી થતી હોય છે. ગ્રોસ ડોમેસ્ટિક સેવિંગ્સ રેટ એ પ્રત્યેક માર્ચ વર્ષાન્ત માટે જાહેર કરાય છે.

કોરોના ક્રાઇસિસ સહિત વ્યાજ સહિતના સંખ્યાબંધ કારણોના લીધી છેલ્લા બે કવાર્ટરમાં ભારતીય રોકાણકારોની ઘરેલું નાણાકીય બચતોનું પ્રમાણ ડિસે.20 માં ઘટી 10.4 ટકા રહ્યું હોવાનું આરબીઆઆઇએ જણાવ્યું છે. જોકે, જીડીપીના ટકાવારીમાં, હાઉસહોલ્ડ બેન્ક ડિપોઝીટસનો રેશિયો પણ નાણાકીય વર્ષ-21ના ત્રીજા ત્રિમાસિકમાં ઘટી3 ટકા થઇ ગયો છે. જે આગલાં ત્રિમાસિકમાં 7.7 ટકા હતો.

કોરોના-આર્થિક તંગીના લીધે મૂડીરોકાણ પાછું ખેંચવા ફરજ પડી, ઘરેલું બચત યોજનાઓ, એફડી, ઇન્સ્યોરન્સ ઉપર નેગેટિવ રિટર્જ, ઇકિવટી, મ્યુચ્યુ., ફંડસ, ઇટીએફ, આઇપીઓમાં છૂટતું જંગી રિટર્ન મધ્યમવર્ગે મોટાભાગે જાન્યુ-માર્ચ-21 દરમિયાન એફડી તોડાવી મોટાભાગના નિષ્ણાંતો માને છે કે, સેવિંગ્સએમાત્ર વ્યકિતગત ઘરેલું બચતો જ નથી. પરંતુ ઇકોનોમી, ઉપર સાર્વત્રિક અસર કરતું પરિબળ છે. ભારત યુએસ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા કરતાં ઊંચો સેવિંગ્સ રેશિયો ધરાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular