જામ રણજી, આજે આ નામ દુનિયાનાં ક્રિક્રેટ જગતમાં ગૌરવથી લેવામાં આવી રહયુ છે એટલુ જ નહિ ક્રિક્રેટ જગતને અનેક દિગ્ગજોની ભેટ આપનાર સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી સ્પોર્ટસનાં ફિલ્ડમાં કંગાળ પ્રદર્શન જોવા મળી રહયુ છે. ક્રિક્રેટ સિવાયની રમતોમાં તો સૌરાષ્ટ્રનાં યુવાનોની હિસ્સેદારી ખુબ ઓછી જોવા મળી રહી છે. જુલાઈમાં ટોકિયોમાં યોજાનારા ઓલિમ્પિકની હાલ દુનિયાભારમાં ચર્ચા છે તેમાં ભાગ લેવા ગુજરાતની છ મહિલા ખેલાડીઓ કવોલિફાય થઈ છે તે ગોૈરવની વાત છે પરંતુ કમનસીબે સૌરાષ્ટ્રનાં કોઈ ખેલાડી તેમાં સ્થાન પામ્યા નથી.
સૌરાષ્ટ્રનાં યુવાઓને સ્પોર્ટસમાં કરિયર બનાવવા પ્રોત્સાહનનો અભાવ જોવા મળી રહયો છે. પરિવારનાં સ્તરે અને યુનિવર્સિટીઓમાં પણ રમતગમત વિભાગ પ્રત્યે ઉપેક્ષા સેવવામાં આવી રહી છે. લાખો – કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે પરંતુ સારા ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવતુ નથી. સૌરાષ્ટ્રનાં ગામડાઓનાં યુવાન – યુવતીઓમાં ટેલેન્ટ છે પણ જરૂર છે તેને બહાર લાવવાની. ગોંડલ તાલુકાનું દેરડી કુંભાજી કબડૃીની ટીમથી જાણીતુ છે એવી જ રીતે કોડીનાર તાલુકો વોલીબોલ માટે રાજય અને રાષ્ટ્ર સ્તરે જાણીતો છે. કોડીનાર પંથકના ગામોની મહિલા ખેલાડીઓ નેશનલ લેવલ પર રમી ચૂકી છે. આવા ખેલાડીઓ અન્ય વિસ્તારોમાં પણ છે. ઓલિમ્પિકમાં 19 રમતોનો સમાવેશ કરાયો છે તેમાં કબડૃીનો પણ સમાવેશ થાય છે.
સ્વર્ણિંમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનાં વીસી હાલ સૌરાષ્ટ્રનાં અર્જુનસિંહ રાણા છે તેઓ આ ફિલ્ડ સાથે વર્ષોથી જોડાયેલા છે. સૌરાષ્ટ્ર અને ભાવનગર યુનિવર્સિટી પણ સ્પોર્ટસ માટે મોટુ બજેટ ફાળવે છે અલગ વિભાગ કાર્યરત છે છતાં સૌરાષ્ટ્રનાં ખેલાડીઓને જોઈએ તેવુ પ્રોત્સાહન મળતુ ન હોવાનું યુવાનો કહી રહયા છે. ગીર સોમનાથ અને જામનગર જિલ્લાનાં યુવાનો સ્પોર્ટસમાં વધુ રસ લઈ રહયા છે ત્યારે સૌરાષ્ટ્રનાં અન્ય જિલ્લાઓનાં યુવાનો પણ આગળ આવે તે જરૂરી છે.
ગુજરાતનાં અન્ય જિલ્લાઓમાં ઉગતી પ્રતિભાને પરિવાર અને સ્થાનિક સ્તરે સપોર્ટ મળે છે તેઓ સૌરાષ્ટ્રમાં નથી મળતો. ટોકિયો ઓલિમ્પિકમાં શુટીંગ માટે કવોલિફાય થયેલી ખેલાડી જર્મની પ્રેકટીસ માટે ગઈ હતી. આવુ પ્રોત્સાહન સોરાષ્ટ્રનાં ખેલાડીઓને નથી મળતુ. સૌરાષ્ટ્રનાં યુવાનોએ કહયું હતુ કે સૌરાષ્ટ્રની ર કરોડથી વધુ વસતી છે પરંતુ ક્રિક્રેટ સિવાયની રમતોમાં હજુ ઘણું પાછળ છે. સ્પોર્ટસ કવોટામાં ભરતીઓ બંધ થઈ ગઈ છે. કરિયર બનાવવા યુવાનો સ્પોર્ટસમાં રસ લેતા નથી. અનેક જિલ્લાઓમાં હજુ કોચની ભરતી કરવાની બાકી છે. આવનારા સમયમાં સ્પોર્ટસમાં પણ સૌરાષ્ટ્રનાં યુવાનો ઝળકે તે માટે જરૂર છે યુવાનોને એક દિશા અને પ્રોત્સાહનની.
સ્પોર્ટસમાં સૌરાષ્ટ્રનું કંગાળ પ્રદર્શન
રાજયનાં કેટલાંયે જિલ્લાઓમાં સ્પોર્ટસ કોચની જગ્યાઓ ખાલી