Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં બહેનો માટે સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની વુશુની સ્પર્ધા યોજાઈ

જામનગરમાં બહેનો માટે સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની વુશુની સ્પર્ધા યોજાઈ

- Advertisement -

ગુજરાત વુશુ સ્પોર્ટ્સ ક્લબ સંચાલિત અને ગીર સોમનાથ માર્શલ આર્ટ ક્લબ દ્વારા આયોજિત Open Wushu Women League Saurashtra Zone સ્પર્ધાનું આયોજન શ્રી કસ્તુરબા વિકાસ ગૃહ- જામનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાંથી 400 કરતા વધારે દીકરીઓએ વુશુની રમતમાં ભાગ લીધો હતો.

- Advertisement -

જામનગર જિલ્લા રમત ગમત વિકાસ અધિકારીની કચેરીમાંથી જયવિરસિંહ સરવૈયા, જયેશ ઝાલા તેમજ વુશુ એસોસીએશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ હિતેશકુમાર પરમારે હાજર રહીને સમગ્ર સ્પર્ધાનું સફળ સંચાલન કર્યું હતું અને વિજેતા થયેલી તમામ દીકરીઓને શુભકામનાઓ પાઠવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular