સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજથી ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષાનો પ્રાંરભ થયો છે. જેમાં સ્નાતકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિધાર્થીઓની બી.કોમ., બી.સી.એ., બી.એ., બી.એસ.સી., બી.બી.એ. સહીતના સ્નાતક કોર્ષના ત્રીજા વર્ષમાં ફાઈનલ સેમેસ્ટર (છઠ્ઠા સેમેન્ટર) ની પરીક્ષાનો આજથી પ્રાંરભ થયો છે. સાથે માસ્ટરના ચોથા ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષા આજથી શરૂ થઈ છે. જે 4થી એપ્રિલ સુધી આ પરીક્ષા ચાલશે. જામનગરમાં તમામ કોલેજોમાં શાંતિપુર્ણ વાતાવરણમાં પરીક્ષાનો પ્રાંરભ થયો છે.


