કેન્દ્રની વર્તમાન ભાજપ સરકાર દેશને વેચી રહી હોવાનો ગંભીર આક્ષેપ અમદાવાદ ખાતે ગુજરાતપ્રદેશ કાર્યાલયમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં એઆઇસીસીના પ્રવક્તા પવન ખેરાએ કર્યો હતો. દેશ વેચવાનીસામે કોંગ્રેસ દેશ બચાવવાનો સત્યાગ્રહ કરી રહી હોવાનું જણાવી પવન ખેરાએ ઉમેર્યું હતુકે, કોંગ્રેસ અને અન્ય પક્ષોની સરકારે અત્યાર સુધી દેશને બચાવવાનું જ કામ કર્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે,એરપોર્ટ, રોડ, એફસીઆઇનાં ગોડાઉન, વીજ ઉત્પાદનનાં સંશાધનો, 70 વર્ષમાં કોંગ્રેસ સહિત અન્ય પક્ષોની સરકારોએબનાવ્યા છે અને આ તમામ મિલકતો સાડા સાત વર્ષનીભાજપ સરકારે વેચવા કાઢી છે.પ્રજાના ટેક્સથી બનાવેલી આમિલક્તો મોદીજી તેમના મિત્રોનેવેચવા માગે છે. 60 લાખકરોડની મિલકતો મોદીજીના ખાસ માણસો માત્ર 6 લાખ કરોડમાં ખરીદશે અને તે પણ પાછા સામાન્ય જનતાના બેન્કોમાં મુશ્કેલી થાપણોમાંથી લોન લઈને ખરીદશે. નાના વેપારીઓ બરબાદ થઈ ગયા છે. મધ્યમ વર્ગના લોકો મુશ્કેલીમાં જીવન જીવી રહ્યા છે. 23 લાખ કરોડ રૂપિયા ઓઇલ, ગેસ અને ટેક્સ પેટે ઉઘરાવ્યા, રિઝર્વ બેન્ક પાસેથી 3 વાર લોન લીધી છે. આનો હિસાબ તો આપો પ્રજાને.
પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.