જામનગર શહેરમાં આસો માસની આયંબિલની ઓળીનો પ્રારંભ થઇ ચૂકયો છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં આયંબિલ ભુવનમાં નવ દિવસ સુધી આયંબિલ કરાવવામાં આવશે.
ત્યારે શહેરના બેંક કોલોની જૈન સંઘમાં સંઘમાતા હેમલતાબા દ્વારા આયંબિલની ઓળીનો લાભ લેવામાં આવ્યો છે. આ જ રીતે શહેરના અમૃતવાડી, લોકાગચ્છની વાડી, પેલેસ આયંબિલ ભુવન, પટેલ કોલોની આરાધના ભુવન-આયંબિલ ભુવનમાં દરરોજ ભાઇઓ, બહેનો, બાળકો બહોળી સંખ્યામાં આયંબિલનો લાભ લઇ રહ્યાં છે. જુદા જુદા વિસ્તારમાં ચાર્તુમાસ બિરાજમાન મહારાજસાહેબનો તથા મહાસતિજીની ઉપસ્થિતિમાં આસો માસની આયંબિલ કરાવવામાં આવી રહી છે. આ આયંબિલમાં દરરોજ લગભગ 40 થી 60 ખાદ્ય વસ્તુઓનો વપરાશ કરવામાં આવે છે. જેમાં ઘી, તેલ, મરચુ, મીઠા વગરની સામગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે. જે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શરીર માટે અમુક દિવસોમાં આવી ખાદ્ય વસ્તુઓ આરોગવાથી શરીર પણ સ્વસ્થ રહે છે.