Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરહાપા માર્કેટિંગ યાર્ડ દ્વારા ચંદ્રયાન-3માં યોગદાન બદલ સરદારસિંહનું સન્માન

હાપા માર્કેટિંગ યાર્ડ દ્વારા ચંદ્રયાન-3માં યોગદાન બદલ સરદારસિંહનું સન્માન

- Advertisement -

અંતરિક્ષમાં આત્મનિર્ભર ભારતની અભૂતપૂર્વ ઉડાન એવા ચંદ્રયાન-3ના મુખ્ય ભાગના નિર્માણ માટે ગીતા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સરદારસિંહ જાડેજા, જામનગર દ્વારા યોગદાન બદલ રાષ્ટ્ર સેવાની આ વિશિષ્ટ કામગીરી બદલ માર્કેટ યાર્ડ હાપા દ્વારા તેઓનું બહુમાન કરી સન્માન-સ્મૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

- Advertisement -

ભવિષ્યમાં પણ આજ પ્રકારે રાષ્ટ્ર નિર્માણ તેમજ રાષ્ટ્રીય સુરક્ષાના જરુરી સાધન-સરંજામ બનાવવામાં વિવિધ ઉચ્ચ ટેકનોલોજીવાળી મશીનરીઓમાં યોગદાન આપવા શુભકામનાઓ પાઠવી હતી. માર્કેટ યાર્ડ હાપા વતી ચેરમેન, જિલ્લા સહકારી બેંકના ડિરેકટર પ્રવિણસિંહ ઝાલા, વા.ચેરમેન જમનભાઇ ભંડેરી, ડિરેકટર ધીરજલાલ કારીયા, દયાળજીભાઇ ભીમાણી, દેવરાજભાઇ જરુ, સુરેશભાઇ વસોયા, તખતસંગ જાડેજા, એડવોકેટ જીતેનભાઇ પરમાર, તેજુભા જાડેજા, પ્રમોદભાઇ કોઠારી, અરવિંદભાઇ મેતા, તુલસીભાઇ પટેલ તેમજ કર્મચારીઓ, માર્કેટ યાર્ડના વેપારી એસો.ના પ્રમુખ જીતુભાઇ તાળા તથા હોદ્ેદારો, શાકભાજીવેપારી એસો.ના પ્રમુખ જવાહર નાનકરામ તથા હોદ્ેદારો તથા કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા (હકાભાઇ), કેશુભાઇ માડમ, સુભાષભાઇ જોશી, જયરાજસિંહ જાડેજા તથા જયમાતાજી ગ્રુપ-પંચવટીના તમામ સભ્યોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમનું સંચાલન માર્કેટ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular