Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સરદાર પટેલ જન્મજયંતીની ઉજવણી

જામનગરમાં સરદાર પટેલ જન્મજયંતીની ઉજવણી

રકતદાન કેમ્પ, રેલી સહિતના કાર્યક્રમો યોજાયા : ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદ ખીમસુરીયા સહિતના દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરાયા

- Advertisement -

લોખંડી પુરૂષ સરદાર વલ્લભાઈ પટેલની આજરોજ જન્મજયંતી નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમોના આયોજનો કરાયા હતાં. જેના ભાગરૂપે જામનગર શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી નિમિત્તે રકતદાન કેમ્પ, રેલી સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. રેલી રણજીતનગર વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ હતી. જ્યાં અગ્રણીઓએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, જામનગર શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, શહેર ભાજપા મહામંત્રી, પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, કોર્પોરેટરો ગોપાલભાઈ સોરઠીયા, અરવિંદભાઈ સભાયા, કેશુભાઈ માડમ, ધીરેનભાઈ મોનાણી, પર્થભાઈ જેઠવા, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા સહિતના જ્ઞાતિના હોદેદારો ભાજપાના કોર્પોરેટરો હોદ્દેદારો, અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular