કેર ફોર હ્યુમ્યુનિટી ફાઉન્ડેશન-જામનગર દ્વારા ગઇકાલે રવિવારે મેનસ્ત્રુઅલ હાઇઝિન અવેરનેસ અને નિ:શૂલ્ક સેનેટરી પેડ વિતરણ કેમ્પનું ડીકેવી સર્કલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, ભાવિષાબેન ધોળકિયા સહિતના મહાનુભાવોના હસ્તે વિનામૂલ્યે સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.