જામનગર શહેરમાં રેડક્રોસ-જામનગર દ્વારા તા 24-6ના દિવસે સ્ત્રીઓને સ્વચ્છતાનું મહત્વ સમજાવવાની સાથે સેનેટરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રેડક્રોસ-જામનગરના ચેરમેન બીપીનભાઈ ઝવેરી અને વાઇસ ચેરમેન ડો. અવિનાશભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ જામનગરમાં જુના રેલવે સ્ટેશન પાછળના ભીમવાસ વિસ્તારમાં સેનેટરી કિટનુ વિતરણ કરાયું હતુ.અને 75 જેટલી લાભાર્થી બહેનોને કિટ આપવામાં આવી. આ તકે ડો. કલ્પનાબેન ખંઢેરીયા, નિરંજનાબેન વિઠલાણી, પ્રો. આનંદભાઈ મહેતા, કીરીટભાઇ શાહ, અરુણભાઇ અમૃતિયા, પૂર્વમેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, મીનાબેન બદીયાણી, કુમુદબેન પાઠક, હંસાબેન રાવલ, ઉષાબેન ગાંધી ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર પ્રોજેકટની જવાબદારી ઇન્ચાર્જ દિપા સોનીએ સંભાળી હતી.