સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ યાત્રાધામ તિરૂપતિ બાલાજી મંદિરની પ્રસાદની ગુણવતા અંગે તાજેતરમાં થયેલા વિવાદ બાદ દ્વારકા ખાતે સુપ્રસિદ્ધ જગત મંદિરમાં પણ ભાવિકોમાં વિતરણ કરાતા પ્રસાદની ગુણવતા અંગે મંદિર દેવસ્થાન સમિતિના વહીવટદાર તથા આઇએએસ અમોલ રાવટે દ્વારા કામગીરી કરાવાઈ હતી.
મદદનીશ કલેકટર અને પ્રાંત અધિકારી અમોલ આવટે દ્વારા જામનગર ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ટીમ દ્વારા જગત મંદિરમાં બનતા પ્રસાદની ચકાસણી માટે પ્રસાદીમાં વપરાતો લોટ, ઘી, મેંદો સહિતની વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જે અંગે આગામી 15 દિવસમાં રિપોર્ટ આવશે. રિપોર્ટમાં પ્રસાદીન ગુણવતામાં કોઇ કમી જણાશે તો તેને દૂર કરવામાં આવશે તેમ મંદિર સમિતિ દ્વારા જણાવાયું હતું.
ઉપરાંત પ્રાંત અધિકારીના અનુભવોના આધારે તેમણે પણ રિપોર્ટમાં કોઇ ખામી નહીં જણાય અને પ્રસાદની ગુણવતાને લઇને ખાતરી આપી હતી. આ ઉપરાંત મંદિરના પુજારી વૈભવ ઠાકરનું પણ કહેવું છે કે, રૂ.100થી લઇને રૂા.21000 સુધીનો આ પ્રસાદ સંપૂર્ણ રીતે મંદિરમાં જ બનાવવામાં આવે છે. તેમાં વપરાતી તમામ ચીજ વસ્તુઓની ગુણવતા બદલ થોડા થોડા સમયે ચકાસણી કરવામાં આવે છે અને તમામ વસ્તુઓ આઈએસઆઈ માર્કાવાળી વાપરવામાં આવે છે. આમ, દ્વારકાધીશ મંદિરના પૂજારીએ પણ જગતમંદિરે તૈયાર કરાતી પ્રસાદી શ્રધ્ધાપૂર્વક હોવાનું જણાવાયું છે.