Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો ફુડ શાખા દ્વારા પનીર, માવો તથા મીઠાઈ ફરસાણના નમૂના લેવાયા

જામ્યુકો ફુડ શાખા દ્વારા પનીર, માવો તથા મીઠાઈ ફરસાણના નમૂના લેવાયા

વિવિધ હોટલો તથા મીઠાઈ-ફરસાણની દુકાનોમાં ફૂડ સેફટી પખવાડા અંતર્ગત ચેકિંગ

- Advertisement -

ફુડ સેફટી પખવાડા અંતર્ગત જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ હોટલો તથા ફરસાણની દુકાનો અને માવાની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પનીર, માવો તથા મીઠાઈ-ફરસાણના નમૂના લઇ ચેકિંગ માટે મોકલવામાં આવ્યાં હતાં.

- Advertisement -

મુખ્યમંત્રીના વડપણ હેઠળ ફૂડ સેફટી ગાંધીનગર કમિશનરની સૂચના અને જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ તા.3 થી તા.17 અને તા.19 થી તા.25 સુધી આયોજિત ફૂડ સેફટી પખવાડા અંતર્ગત જામનગર શહેરમાં ખાદ્ય પદાર્થની ડ્રાઈવ અંતર્ગત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લાલ બંગલા પાસે ગાયત્રી રેસ્ટોરન્ટમાંથી બટાટાનું શાક, ન્યુ ચેતના લંચ હોમમાંથી મીકસ વેજીટેબલના સેમ્પલ લેવાયા હતાં. આ ઉપરાંત વાલ્કેશ્ર્વરીનગરીમાં આતિત્ય રેસ્ટોરન્ટ, ગુરૂદ્વારા પાસે મિસ્ટર જેઠાલાલ રેસ્ટોરન્ટ, ધ ગ્રાન્ટ બંસી હોટલ, જૂના રેલવે સ્ટેશન પાસે ફૌજી પંજાબી ઢાબા, લીમડાલાઈનમાં પેલેટ વેજ ટ્રીટ રેન્સ્ટોરન્ટ, ત્રણબતી પાસે હોટલ સ્વાતિ, મદ્રાસ હોટલમાંથી પનીરના નમૂના લેવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત બેડી ગેઈટ પાસે સિધ્ધનાથ માવા સેન્ટર, ધર્મેશભાઇ માવાવાળા, જેન્તીભાઇ માવાવાળા, રણજીત રોડ દિલીપભાઈ માવાવાળા, સિધ્ધનાથ માવા સેન્ટર, દિ.પ્લોટમાં અંબિકા ડેરી એન્ડ સ્વીટ, સદગુરૂ ડેરી ફાર્મમાંથી માવાના નમૂના લેવામાં આવ્યા હતા. બેડી ગેઇટ પાસે હરીઓમ ફારસાણમાંથી સંગમ કતરી, સેવબુંદી, પંચેશ્ર્વરટાવર પાસે નવકાર સ્વીટ એન્ડ ફરસાણમાંથી કચોરી, તથા મગજના લાડુ, મહાવીર ફરસાણ માર્ટમાંથી મારવાડી સેવ, રવરાઇ ડેરીમાંથી ગુલાબકલી (બંગાળી મીઠાઈ), બેડી ગેઈટ સોનહલવા હાઉસમાંથી નાયલોન ચેવડો, વાહેગુરૂ સ્વીટ એન્ડ નમકીનમાંથી મીકસ ચવાણું, જૈન ફરસાણ માર્ટમાંથી ચોરાફરી, હવેલી રોડ ઠાકર પેન્ડાવાળામાંથી ગુલાબજાંબુ તથા બાસુંદી, જૂના રેલવે સ્ટેશન પાસે ઝૂલેલાલ સ્વીટમાર્ટમાથી કચોરી, બટરસ્કોચ બરફી, જય ભવાની સ્વીટ એન્ડ નમકીનમાંથી સ્પેશિયલ કચોરી, માવાકોકોનટ બોલ, આશનદાસ સ્વીટ માર્ટમાંથી વાઈટ પેન્ડા, લાલ બંગલા પાસે આશિષ ગૃહ ઉદ્યોગમાંથી કચોરી, ગોવર્ધન ચેવડામાંથી સાદી કચોરી, ફરારી કચોરી, આશિષ સ્વીટ નમકિન એન્ડ બ્રેકર્સમાંથી કચોરી, રણજીતરોડ પરથી ઓમકાર સ્વીટ એન્ડ નમકીનમાંથી અંજીર થાબડી તથા કચોરી, શંકરટેકરીમાં શકિત ગૃહ ઉદ્યોગમાં પ્યોર દૂધમાંથી બનાવેલી મીઠો માવો, મોળો માવો, મોરકંડામાં બાબુલાલ મીઠાઈવાળામાંથી મીઠો માવો, સ્વીટ બરફીના સેમ્પલો લેવાયા હતાં.

- Advertisement -

તેમજ ટે્રનિંગ/અવેરનશ પ્રો્રામમાં તત્કાલ લાયસન્સ રેલવે સ્ટેશનની કામગીરીમાં સ્થળ પર સાત રજીસ્ટે્રશન આપવામાં આવ્યા હતાં.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular