દ્વારકા જિલ્લામાં દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી દ્વારા ગુગ્ગળી બ્રાહ્મણોનું અપમાન કરાતા નિવેદનના પગલે બેટ દ્વારકા ધર્મરક્ષા સમિતિના હોદ્ેદારો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી ગુનો નોંધવા માંગણી કરી હતી.
આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધિશના દર્શનાર્થે દિલ્હીથી કેન્દ્ર સરકારના અધિકારીઓ અને સાંસદો આવ્યા હતાં તે વખતે દ્વારકાધિશના મંદિરનો ઈતિહાસ, સંસ્કૃતિ અને દાનના મહિમા વિશે જાણકારી આપવામાં આવી હતી અને મહેમાનોએ પોતાની યથાશકિત અનુસાર ગુગ્ગળી બ્રાહ્મણોને દાન આપવામાં આવ્યું હતું આ દાનની વાત બેટ દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી સમીર પટેલને પુછી હતી અને તેણે મહેમાનોની હાજરીમાં જ ગુગ્ગળી બ્રાહ્મણોનું અપમાન કરી બ્રાહ્મણ લોકો ચોર છે તેવા શબ્દોનો પ્રયોગ કરી અપમાન કર્યુ હતું. આ અપમાન કરાતા ગુગ્ગળી બ્રાહ્મણોમાં ઉગ્ર રોષ ફેલાઈ ગયો હતો અને સોમવારે બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિ – બેટના પ્રમુખ અજય રાઠોડ, ઉપપ્રમુખ અતુલ ભટ્ટ, મંત્રી ધર્મેન્દ્ર ઠાકર, ટ્રસ્ટી તરૂણ પાઢ સહિતના હોદ્ેદારો તથા સભ્યોએ પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર પાઠવી સમીર પટેલને બેટ મંદિરના ટ્રસ્ટી પદેથી બર તરફ કરવા આવેદનપત્ર પાઠવી માંગણી કરી હતી.