જામનગરમાં કબીર આશ્રમ સંચાલિત સમર્પણ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક એમ.આર.આઈ. મશીન નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સંતો- મહંતો, હોસ્પિટલ ના ટ્રસ્ટીઓ, દાતાઓ તેમજ વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
સમર્પણ હોસ્પિટલ ખાતે દર્દીઓની સુવિધા માટે આજરોજ Philips Ingenia Elition-3 Tesla એમ.આર.આઈ. મશીનની લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે આણંદાબાવા સેવા સંસ્થાના મહંત દેવીપ્રસાદ મહારાજ, ખીજડા મંદિર સંસ્થાના મહંત કૃષ્ણમણી મહારાજ, સ્વામીનારાયણ સંપ્રદાયના ચતુરભુજદાસ મહારાજ, વસ્તાભાઈ કેસવાલા, ભીખુભાઈ વાઢેર, આર.કે.શાહ, ભીખુભાઈ વારોતરીયા સહિતના અગ્રણીઓ, દાતાઓ, ટ્રસ્ટીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.