ગઈકાલે 73માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે બેટ દ્વારકા ક્ષેત્રની અંદર ત્રણ ગ્રુપમાં ત્રણ બોટોથી 73 યુવાનો દ્વારા આ વિસ્તારના 10 ટાપુઓ ધબધબો, દીવડી, આશાબા, માન, મરૂડી, લેફા, સમિયાણી, ડની પોઇન્ટ, ખારા ચુસણા, મીઠા ચુસણા ટાપુ ઓમા ધ્વજવંદન નો કાર્યક્ર્મ યોજાયો હતો. જેમા સંઘના વિવિધ ક્ષેત્રના સ્વયંસેવકો અને વિવિધ ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ABVP ના કાર્યકર્તાઓ દ્વારા વિશિષ્ટ રીતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા દરેક જગ્યાએ ધ્વજ વંદન કરી ભારત માતા નુ પુજન કર્યુ હતુ.
આ નિર્જન ટાપુઓ કે જ્યાં સરકારના જાહેરનામા ના હિસાબે પ્રતિબંધ છે પણ જુરુરી મંજૂરી લઈ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મેરામણભાઈ ભાટુ, મારખીભાઈ વસરા ગીરીશભાઈ ગોજીયા અને રાજકોટ મહાનગર ના પ્રચારક ઓમભાઈ સહીત ની ટીમ જોડાઈ હતી.