સલમાન ખાનનો ભાઈ અને બોલિવૂડ એક્ટર સોહેલ ખાન પત્ની સીમા ખાનથી છૂટાછેડા લઈ રહ્યો છે. બંને ગઈકાલે ફેમિલી કોર્ટની બહાર જોવા મળ્યા હતા. 24 વર્ષ બાદ તેમના સંબંધોનો અંત આવી રહ્યો છે. બંનેને બે બાળકો છે, નિર્વાણ અને યોહાન. જો કે સોહેલખાન અને સીમા લાંબા સમયથી અલગ રહેતા હતા. પરંતુ બંને બાળકો માટે એકબીજાના ઘરે જતા હોય છે.
સોહેલ ખાન અને સીમા સચદેવ છૂટાછેડા માટે ફેમિલી કોર્ટ પહોંચ્યા હતા. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંનેએ એકબીજા સાથે સહજતાથી વાત કરી હતી. 2017માં બંને ડિવોર્સ લેશે તેવી ચર્ચા થઈ હતી. પરંતુ હવે તેઓ છુટાછેડા લઇ રહ્યા છે.
સોહેલ અને સીમાએ લવ મેરેજ કર્યા હતા. બંનેની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. સીમા દિલ્હીની રહેવાસી છે. તે ફેશનની દુનિયામાં પોતાનું નામ બનાવવા માટે આવી હતી. સોહેલ પહેલી નજરમાં જ સીમાના પ્રેમમાં પડી ગયો હતો. આ પછી બંનેનો પ્રેમ ખૂબ જ મજબૂત બન્યો. સીમાનો પરિવાર આ લગ્ન માટે તૈયાર નહોતો. આથી જ બંનેએ ભાગીને અડધી રાત્રે નિકાહ માટે મૌલવીને ઉઠાડ્યા હતા અને પછી નિકાહ કર્યા હતા.