બોલીવુડ અભિનેતા સલમાન ખાન પોતાની ફિલ્મ ટાઈગર -3ના શુટિંગ માટે રશિયા જવા રવાના થયા છે. સલમાનખાન મુંબઈ એરપોર્ટ પર પહોચ્યો ત્યારે ફોટોગ્રાફર તેનો ફોટો લેવા માટે રોકી રહ્યા હતા અને સલમાન એરપોર્ટ તરફ આગળ વધી રહ્યા હતા. પરંતુ જેવા તેઓ એરપોર્ટના ગેટ પાસે પહોચ્યો કે તરત જ CISFના જવાને તપાસ માટે સલમાન ખાનને ગેટ પર રોક્યો હતો.
આ વિડીઓ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. અને લોકો CISFના જવાનની પ્રશંસા કરી રહ્યા છે. અને કહી રહ્યા છે કે ફરજ બજાવવા બદલ જવાનને સલામ.