જામનગર સહિત રાજ્યભરમાં ઉનાળાની આકરી ગરમીનો લોકોએ સામનો કર્યા બાદ મેઘરાજાનું આગમન થઇ ચૂકયું છે. ત્યારે ચોમાસાની સિઝનના આગમનની સાથે બજારમાં છત્રી, રેઇનકોટનું પણ આમગન થઇ ચૂકયું છે.
વરસાદથી બચવા માટે લોકો છત્રી અને રેઇનકોટ સહિતની વસ્તુઓની ખરીદી કરી રહ્યાં છે અને ચોમાસાની સિઝનની તૈયારી કરવામાં આવી રહી છે. ચોમાસાના આમગન સાથે વિવિધ રંગબેરંગી છત્રીઓનું બજારમાં વેચાણ થઇ રહ્યું છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના રેઇનકોટ પણ બજારમાં વેચાઇ રહ્યાં છે. હજૂ વરસાદની શરુઆત થઇ છે. ત્યારે શહેરીજનો વર્ષાઋતુની તૈયારીના ભાગરૂપે છત્રી-રેઇનકોટની ખરીદી કરવા લાગી ગયા છે.