Saturday, October 19, 2024
Homeરાજ્યશેઠવડાળાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂનું બેરોકટોક વેચાણ

શેઠવડાળાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂનું બેરોકટોક વેચાણ

શેઠવડાળા પોલીસકર્મીની મીઠી નજર હેઠળ દારૂના વેચાણનો આક્ષેપ : દારૂના ધંધાર્થીને બદલે અરજદારો ઉપર દબાણ લઇ આવવા કાર્યવાહી : મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉપવાસની ચિમકી

- Advertisement -

જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બેરોકટોક દેશી દારૂનું વેચાણ મામલે ગ્રામજનો દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આમરણાંત ઉપવાસની ચિમકી આપવામાં આવી હતી.

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના શેઠવડાળા પોલીસ સ્ટેશન હેઠળના બુટાવદર, માંડાસણ, બગધરા, મોથાણ અને સડોદર ગામોમાં ખુલેઆમ બેરોકટોક ખુમાનસિંહ ધીરુભા જાડેજા અને તેના પુત્રો દ્વારા દેશી દારૂનું વેચાણ કરાતું હતું. આ ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા આ ગેરકાયદેસર દારુના વેચાણ શેઠવડાળા પોલીસ સ્ટેશનના જમાદારની મીઠી નજર હેઠળ કરાતુ હોય, જે મામલે શેઠવડાળા પોલીસને અવાર-નવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી તેમજ છતાં આ દારૂનું વેચાણ બંધ કરાવવાના બદલે અરજદારો ઉપર દબાણ લઇ આવવા ખોટા કેસ કરવામાં આવે છે અને અરજદારના પરિવારજનાને માનસિક ત્રાસ આપવામાં આવે છે.

તેમજ બેખોફ વેચાતા દેશી દારૂના વેચાણ કરતા હોવાના વીડિયો હોવાની પોલીસને જાણ હોવા છતાં પોલીસ દ્વારા અરજદાર ઉપર દબાણ લઇ આવી ખોટા કેસ કરવામાં આવતા હતાં. આવા ત્રાસથી કંટાળીને આખરે જામજોધપુર મામલતદારને આવેદનપત્ર પાઠવી જો આ મામલે કાર્યવાહી કરવામાં નહીં આવે તો બુટાવદરના હસમુખભાઈ દ્વારા તા.6 જુલાઈથી આમરણાંત ઉપવાસ પર બેસવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular