સલાયાનું તાજદારએ હરમ વહાણ મુન્દ્રા પોર્ટથી જનરલ કાર્ગો ભરીને યમનના સોકાત્રા પોર્ટ પર જવા ટન્ડેલ સહિત નવ ખલાસીઓ સાથે રવાના થયું હતું. આ વહાણ મધ દરિયે ખરાબ હવામાનના કારણે ફસાઈ જતાં દરિયાઈ તોફાનમાં વહાણમાં પાણી ભરાવા લાગતા વહાણે જળ સમાધિ લીધી હતી. જો કે, વહાણમાં રહેલા નવ ખલાસીઓને ભારતીય કોસ્ટગાર્ડે બચાવી લીધા હતાં.
સલાયાના મુસ્તાક અહમદ સુંભણીયાની માલિકીનું વહાણ જેનું નામ “તાજદરએ હરમ” છે. જેના રજીસ્ટ્રેશન નંબર BDI – 1322 છે. જે તારીખ 24.12.24 નાં રોજ મુન્દ્રા પોર્ટ ઉપરથી જનરલ કાર્ગો ભરી સાંજે 5 વાગ્યે યમનનાં સોકોત્રા પોર્ટે જવા નીકળ્યું હતું. જેમાં ટંડેલ સહિત 9 ખલાસીઓ સવાર હતા. આ વહાણ મધદરિયે ખરાબ હવામાનના હિસાબે આગળ વધી શકતું નહતું. આ વહાણ અરબ સમુદ્ર પાર કરી ઓમાનનાં કિનારે પણ જઈ શકાય એમ ન હોઈ અને વહાણ તથા ખલાસીઓની જીદગી બચાવવા આં વહાણને ભારત તરફ પાછું લાવવા ટંડેલ દ્વારા પ્રયત્ન કરેલ જે દરમ્યાન વહાણનું એન્જિન ફેલ થઈ જતાં. વહાણ મધદરિયે ફસાઈ ગયેલ છે. ખૂબ મોટા પ્રમાણમાં મોજા ને ખરાબ હવામાનના ધે આ વહાણમાં મોટા પ્રમાણમાં પાણી ભરાવા લાગ્યું છે. જેથી સેટેલાઇટ ફોન વડે વહાણનાં ટંડેલે ઇન્ડીયન સૈલિંગ વેસલ્સ એશોશિયેશનનાં સેક્રેટરી આદમ ભાયાને જાણ કરતા, આદમ ભાયાએ તુરંત સબંધિત ખાતા તથા મેરિટાઇમ રેસ્ક્ક્યું કોર્ડીનેશન સેન્ટર મુંબઈને ઈમેલ દ્વારા જાણ કરી અને વહાણ તેમજ ખલાસીઓને બચાવવા મદદ માંગેલ હતી. હાલ આ સમાચાર સલાયામાં મળતા સલાયા વાસીઓમાં ચિંતાની લાગણી પ્રસરી છે. આ વહાણમાં સલાયાના 7 ખલાસીઓ જેમાં આફતાબ અબ્દુલ સકુર કેર (ટંડેલ) , બાઉદિંન ઇસા મોદી, ફૈઝલ એલિયાસ કેર, હૈદરઅલી અબ્દુલ રહીમ કેર,ઇમરાન હારૂન સેતા,સલેમામદ ઉમર કેર,યાસીન મામદ સેતા સવાર છે. તેમજ ઇમરાન હુસેન જગતિયા (આરંભડા) તેમજ જૂનસ કાસમ કકલ (બેડી જામનગર) આમ્ કુલ 9 મેમ્બરો આં વહાણમાં સવાર છે. હાલ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં વહાણ આખું ડૂબી ગયું છે અને ખલાસીઓને ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવી લેવાયા છે એવા રિપોર્ટ મળી રહ્યા છે. આમ આં ટૂંકા ગાળામાં વહાણ ડૂબવાનો બીજો બનાવ બનતા વહાણવટી ભાઈઓમાં ચિંતા પ્રસરી છે.


