ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ડી.વી. નગર વિસ્તારમાં રહેતા રસીદભાઈ અબ્દુલભાઈ ગજીયા નામના 42 વર્ષના યુવાને ગઇકાલે શુક્રવારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરના રૂમમાં આવેલા લોખંડના હુકમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળાફાસો ખાઈ લઈ, જિંદગી ટૂંકાવી હતી. આ બનાવની જાણ મૃતકના પુત્રી સમીમબેન રસીદભાઈ ગજીયાએ સલાયા મરીન પોલીસને કરી છે. જે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.