Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસલાયાના શખ્સે નખત્રાણાથી બાઇકની ચોરી કરી : ધરપકડ

સલાયાના શખ્સે નખત્રાણાથી બાઇકની ચોરી કરી : ધરપકડ

- Advertisement -

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલી ચેક પોસ્ટ ખાતે સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલી ચેકિંગ કાર્યવાહી અંતર્ગત આ સ્થળેથી જીજે-12-જીએ-0195 નંબરના સ્પ્લેન્ડર મોટર સાયકલ પર નીકળેલા સલાયાના રહીશ અકબર અલી સુંભણીયા નામના 19 વર્ષના શખ્સને પોલીસે અટકાવી, આ મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતા આ મોટરસાયકલ ચોરીનું હોવાનું ધ્યાને આવ્યું હતું.

- Advertisement -

આ અંગે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા ઉપરોક્ત મોટર સાયકલ અકબરએ આજથી આશરે દોઢેક માસ પહેલા તે હાજીપીરની દરગાહ ખાતે ગયો હતો ત્યારે નખત્રાણા ગામના બસ સ્ટેશન પાસેથી ચોરી કર્યાનું હોવાનું કબૂલ્યું હતું.

આથી સલાયા મરીન પોલીસે મોટરસાયકલનો કબ્જો મેળવી, ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કામગીરી જિલ્લા પોલીસ વડા તથા ડીવાયએસપીની સૂચના મુજબ સ્થાનિક પીઆઈ અક્ષય પટેલ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular