દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામનું ફેઝે તાઝુદીન બાબા-2 નામનું 1000 ટનની ક્ષમતા ધરાવતું વહાણ મંગળવારે ખરાબ હવામાનને કારણે ઈરાન પાસેના દરિયાઈ વિસ્તારમાં જળ સમાધી લીધી હતી. જો કે, 10 ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો.
આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં રહેતા હસન કામસ ભોકલ નામના વેપારીનું 1000 ટનની ક્ષમતા ધરાવતું ફેઝે તાઝુદીન બાબા-2 નામનું છ કરોડની કિંમતનું વહાણ ગત તા. 25 ડિસેમ્બરના રોજ મુન્દ્રા બંદરેથી ખાંડ ભરીને નિકળ્યું હતું અને આ વહાણ મંગળવારે સવારના સમયે ઈરાનના દરિયાઈ વિસ્તારમાં પહોંચ્યું ત્યારે ખરાબ હવામાનના કારણે ડૂબવા લાગ્યું હતું. તે સમયે વહાણમાં સવાર 10 ખલાસીઓનો લાઈફબોટ દ્વારા બચાવ થયો હતો. ત્યારબાદ આ વહાણે દરિયામાં જળસમાધિ લીધી હતી.