Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસદગુરૂ જગ્ગી વાસુદેવનું બેડીબંદર ખાતે જાજરમાન સ્વાગત

સદગુરૂ જગ્ગી વાસુદેવનું બેડીબંદર ખાતે જાજરમાન સ્વાગત

- Advertisement -

વિશ્વનાં 27 દેશોમાં “SAVE SOIL’(માટી બચાવ) અભિયાન અંતર્ગત 30,000 કિ.મી.ની બાઇકસવારી કરી ઇશા ફાઉન્ડેશનના સદગુરુ જગ્ગી વાસુદેવ જન જાગૃતિઅભ્યાન ચલાવી રહ્યા છે. જેઓ આજરોજ ભારતમાં પ્રવેશ કર્યો હતો. ભારતમાં પણ સૌ પ્રથમ જામનગરની ધરતી પર પધારી રહ્યા હોય જામનગરવાસીઓ એ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જામનગરમાં પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજીના આમંત્રણને માન આપી તેઓ જામનગર પધાર્યા હતા. સાંજે જામનગરના પ્રતાપ વિલાસ પેલેસમાં તેમના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

ગત 21 માર્ચ 2022 થી સદગુરુ જગ્ગી વાસુદેવે “SAVE SOIL’નામની ઝુંબેશ ઉપાડી છે. વિશ્વના ભૂ-વૈજ્ઞાનિકોએ તથા યુ.એન. એજન્સીસ દ્વારા વિશ્વભરના દેશોમાં સંશોધન કરતા તે તારણ કાઢયું કે માટીની ફળદ્રુપતા દિવસેને દિવસે ઘટી રહી છે. 2045 સુધી વિશ્વભરમાં અન્નનું ઉત્પાદનમાં 40% થી 50%નો ઘટાડો આવશે. ખાદ્યપદાર્થની અછતના કારણે વિશ્વભરમાં આંતરીક યુદ્ધ સર્જાય તેવી પરિસ્થિતી ઊભી થાય તેવું અનુમાન છે. વિશ્વને આવા કપરા સમયથી બચાવવા જગ્ગી વાસુદેવે ‘SAVE SOIL’અભિયાન હાથ ધર્યું છે. જે અંતગર્ત સદગુરુ જગ્ગી વાસુદેવ વિશ્વના 27 દેશોમાં 30 હજાર કીલોમીટર બાઇક ચલાવી તેનો પ્રચાર કરી રહ્યા છે. સદગુરુ જે રાષ્ટ્રનાયક સમાન છે, તેઓને વિદેશનો પ્રવાસ પુરો કરી ભારતમાં પ્રવેશ માટે જામનગરની ભૂમિ પર નેકનામદાર જામસાહેબે આમંત્રણ પાઠવેલ જે તેમને હર્ષ સહ સ્વીકારી આજરોજ જામનગર પધાર્યા હતા. બેડી પોર્ટ ખાતે પધારતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

- Advertisement -

રાજવી પરિવારનું પ્રતિનિધિ કરતાં એકતાબા સોઢા દ્વારા તેઓનું સ્વાગત કરાયું હતું. આ તકે આણદાબાવા સેવા સંસ્થાના પ.પૂ, દેવીપ્રસાદ મહારાજ, પ્રણામી સંપ્રદાયના પ.પૂ. કૃષ્ણમણી મહારાજ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઈ ભાટુ, લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીલેશભાઈ ઉદાણી તેમજ જામનગરનાં ધર્મગુરૂઓ, રાજકીય મહાનુભાવો, આર્મી, નેવી, એરફોર્સના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સદગુરુ નું સ્વાગત કચ્છી ઢોલના નાદથી કરવામાં આવ્યું હતું

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular