આજે બજાર ખુલતા ડોલર સામે રૂપિયો વધુ 38 પૈસા ઘટી 78.21ની નવી ઐતિહાસિક નીચી સપાટીએ પટકાયો છે. ભારતીય કરન્સી રૂપિયો ડોલરની સામે આજે ઈતિહાસમાં પ્રથમ વખત 78 પ્રતિ યુએસ ડોલરને પાર નીકળ્યો છે. નવા સપ્તાહની શરૂઆતમાં જ બેંચમાર્ક ઈન્ડાયસિસ 2.50%થી વધુ નીચે ખુલતા અને બ્રેન્ટ ક્રૂડ ચીનમાં કોરોનાનો ઓછાયો ઓસરવા છતા અને પાબંદીઓ હટવા છતા 121 ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. સામે પક્ષે ડોલર ઈન્ડેકસ અડધા ટકાના ઉછાળે 104.40 પર પહોંચતા રૂપિયામાં ઘસારો જોવા મળી રહ્યો છે.
ડોલરની સામે ભારતીય રૂપિયો 77.83ના બંધની સામે 78.11ના ઓલટાઇમ લો સપાટીએ ખુલ્યો હતો અને 78.20ની આસપાસ કામકાજ કરી રહ્યો છે. આ સિવાય 10 વર્ષના સરકારી બોન્ડની યિલ્ડ 7.60%ની આસપાસ કામકાજ કરી રહી છે. ભારતીય વેપાર ખાધ – ઊંચી આયાત સામે (અનુ. પાના 6 ઉપર)