ડોલર સામે રૂપિયામાં ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યું. બુધવારે એટલે કે આજે પણ રૂપિયો નવા નીચા સ્તરે પહોંચી ગયો છે. કરન્સી માર્કેટમાં ભારતીય ચલણ યુએસ ડોલર સામે 82ની નજીક પહોંચી ગયું છે. અમેરિકી ડોલર સામે રૂપિયો ગગડીને 81.93પર આવી ગયો છે. સોમવારે 81.6525ની રેકોર્ડ નીચી સપાટીને સ્પર્શ્યા બાદ મંગળવારે યુએસ ડોલર સામે રૂપિયો 14 પૈસા વધીને 81.53 પર બંધ થયો હતો.
આજે યુએસ ટ્રેઝરી યીલ્ડ 2010 પછી પ્રથમ વખત 4% થી ઉપર છે. ડોલર ઇન્ડેક્સ 114.68ની નવી ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. ડોલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી યીલ્ડને સ્થિર કર્યા વિના, રૂપિયા માટે માળખું નક્કી કરવું અત્યંત મુશ્કેલ છે,ે વેપારીએ જણાવ્યું હતું. વેપારીઓના મતે રૂપિયાના અવમૂલ્યનને કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ડોલરનું વેચાણ કરી રહી છે અને સેન્ટ્રલ બેંક આવું જ ચાલુ રાખે તેવી શકયતા છે.