Wednesday, January 15, 2025
Homeરાષ્ટ્રીયડોલર સામે રૂપિયાનો રકાસ

ડોલર સામે રૂપિયાનો રકાસ

1 ડોલર = રૂા.77.45

- Advertisement -

ડોલર સામે રૂપિયો એતિહાસિક નીચી સપાટીએ પહોંચી જતા જબરી હલચલ મચી જવા પામી છે. આજે સવારે ડોલર સામે રૂપિયો ગગડીને 77.45 સુધી પહોંચ્યો હતો. ચીનમાં લોકડાઉન, યુરોપમાં આર્થિક ખળભળાટ, અમેરિકી વ્યાજદરમાં વધારો અને યુદ્ધની અસર સ્વરૂપ રૂપિયો એકધારો તૂટી રહ્યો છે.

- Advertisement -

શુક્રવારે રૂપિયો ઓલટાઇમ લો એટલે કે 77.05 પર બંધ રહ્યો હતો જે આજે ઉઘડતી બજારે 77.20 ઉપર ખુલ્યો હતો અને વધુ તુટી 77.45 સુધી પહોંચ્યો હતો. ડોલર સામુ રૂપિયો નીચી સપાટીએ પહોંચી જતા આયાત મોંઘી થશે અને તેને કારણે ઘરઆંગણે મોંઘવારી પણ વધુ બિહામણી રીતે ધુણવા માંડશે તેવું જણાય છે.અનેક ચીજ-વસ્તુઓ ઉપર તેની માઠી અસર થવાની શક્યતા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular