જામનગર શહેરમાં ડિકેવી સર્કલ નજીક પોસ્ટના ડબ્બામાંથી ભેદી અવાજ સંભળાતાં હોવાની જાણ થતાં પોલીસની ટીમ તેમજ બોમ્બ સ્કવોડ સહિતની ટૂકડીઓ દોડી ગઇ હતી. જોકે, તપાસ દરમ્યાન કઇ ન મળતાં રાહતનો શ્વાસ લીધો હતો.
જામનગરમાં આજે સાંજે ડિકેવી સર્કલ નજીક આવેલાં પોસ્ટના ડબ્બામાં ભેદી અવાજ આવતો હોવાની વાત વહેતી થઇ હતી. આ ઘટનાની જામનગર પોલીસને જાણ થતાં પોલીસ ટૂકડી ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસની સાથે બોમ્બ સ્કવોડની ટીમ પણ તપાસમાં જોડાઇ હતી. બોમ્બ હોવાનો અફવાનો મેસેજ મળતાં લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. જો કે, તપાસ દરમ્યાન કઇ ન મળતાં તંત્રએ રાહતો શ્વાસ લીધો હતો. આ ઘટના બાદ તંત્ર દ્વારા જી.જી.હોસ્પિટલ પરિષદ સહિતના પોસ્ટના ડબ્બાઓમાં પણ ચેંકીંગ હાથ ધર્યું હતું.