Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયશસ્ત્રપૂજા સાથે RSSએ ઉજવ્યો 96મો સ્થાપના દિવસ

શસ્ત્રપૂજા સાથે RSSએ ઉજવ્યો 96મો સ્થાપના દિવસ

નાગપુરમાં યોજાયેલ કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું, વિભાજનની ટીસ હજુ સુધી ગઇ નથી

- Advertisement -

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ આજે શુક્રવારે પોતાનો 96મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. હિંદી તિથિ પ્રમાણે વિજયાદશમીના દિવસે જ 1925માં આરએસએસની સ્થાપના કરવામાં આવી હતી. નવરાત્રીની શરૂઆત સાથે જ આરએસએસની અલગ-અલગ શાખાઓ પર સ્થાપના દિવસની ઉજવણી શરૂ થઈ જાય છે. વિજયાદશમીના રોજ નાગપુર ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ ઉપસ્થિત રહ્યા હતા. મોહન ભાગવતે પહેલા શસ્ત્ર પૂજન કર્યું હતું. ત્યાર બાદ મોહન ભાગવતે સ્વયંસેવકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન મુંબઈ સ્થિત ઈઝરાયલી મહાવાણિજ્ય દૂત કોબ્બી શોશાની પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા.

મોહન ભાગવતે પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું કે, આ વર્ષ આપણી સ્વાધીનતાનું 75મુ વર્ષ છે. 15 ઓગષ્ટ, 1947ના રોજ આપણે સ્વાધીન થયા હતા. આપણે દેશને આગળ ચલાવવા માટે આપણા દેશના સૂત્ર સ્વયંના હાથોમાં લીધા હતા. સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફની આપણી યાત્રાનું તે પ્રારંભ બિંદુ હતું. આપણને તે સ્વાધીનતા રાતોરાત નહોતી મળી. સ્વતંત્ર ભારતનું ચિત્ર કેવું હોય તેની ભારતની પરંપરા પ્રમાણે સમાન કલ્પનાઓ મનમાં લઈને દેશના તમામ ક્ષેત્રોના તમામ જાતિવર્ગોમાંથી નીકળેલા વીરોએ તપસ્યા ત્યાગ અને બલિદાનના હિમાલય ઉભા કરી દીધા.

આ દરમિયાન મોહન ભાગવતે વિભાજનની ટીસ હજુ સુધી નથી ગઈ તેમ પણ કહ્યું હતું. તેમણે જણાવ્યું કે, આપણી પેઢીઓને ઈતિહાસ અંગે જણાવવું જોઈએ જેથી ભાવિ પેઢી પોતાની ભાવિ પેઢીને આ અંગે જણાવી શકે. સમાજની આત્મીયતા અને સમતા આધારીત રચના ઈચ્છનારા તમામ લોકોએ પ્રયત્ન કરવો પડશે. સંઘના સ્વયંસેવકો સામાજીક સમરસતા ગતિવિધિઓના માધ્યમ દ્વારા સામાજીક સમરસતાના વાતાવરણનું નિર્માણ કરવા માટે કામ કરી રહ્યા છે.

કોરોના ગાઈડલાઈનના પાલન સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે માત્ર 200 લોકોએ જ તેમાં હિસ્સો લીધો હતો. 1925માં વિજયાદશમીના રોજ સંઘની સ્થાપના થઈ હતી. આ દિવસે સંઘની શાખાઓ ખાતે સ્વયંસેવક શક્તિના મહત્વને યાદ રાખવા માટે પ્રતીકાત્મક રૂપથી શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. અનેક શાખાઓ સાથે મળીને એક સાથે મોટા કાર્યક્રમોનું આયોજન પણ કરે છે. વિજયાદશમીથી પ્રેરણા લઈને રાષ્ટ્ર માટે કાર્ય કરવા સંબંધે સંઘના કોઈ અધિકારી અથવા સમાજના કોઈ ગણમાન્ય વ્યક્તિનું ભાષણ યોજાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular