Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારબળાત્કારની ખોટી ફરિયાદની ધમકી આપી રૂા. 2.50 લાખ પડાવ્યા

બળાત્કારની ખોટી ફરિયાદની ધમકી આપી રૂા. 2.50 લાખ પડાવ્યા

મહિલાએ યુવાન સાથે સંબંધ રાખવા બ્લેકમેઇલ કર્યો : ફોટા સોશિયલ મિડિયામાં વાયરલ કરવાની ધમકી : મહિલાથી કંટાળી યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી

જામનગરમાં રહેતી એક મહિલાએ મોટા ભરૂડીયા ગામના યુવાનને પોતાની સાથે સંબંધ રાખવા માટે બ્લેકમેઇલ કરી કટકે કટકે રૂા. 2 લાખ 50 હજારની રકમ પડાવી લીધી હતી. તેમજ વધુ પૈસાની માંગણી કરી હતી. જે પૈસા આપવામાં નહી આવતા યુવકના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી આપવાની અને બળાત્કારના ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપતા આખરે યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -

બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના મોટા ભરૂડીયા ગામના દિનમામદ આમદભાઇ રાઉમા (ઉ.વ.36)એ પોતાને ધાકધમકી આપી બ્લેક મેઇલ કરી પૈસા પડાવવા અંગે જામનગરમાં રહેતી એક પરણિત મહિલા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાની વધુ વિગત મુજબ ફરિયાદી દિનમહંમદભાઇના મામાના દિકરા સાથે દરબારગઢ વિસ્તારમાં હતા ત્યારે તેમના મામાના દીકરાના પરિચિત એવા આ મહિલાને મળવા બોલાવ્યા હતા ત્યારે દિનમામદભાઇની તેણી સાથે પ્રથમ વખત મુલાકાત થઇ હતી. આ મહિલાના પતિ પોતાના ઘરે ટિફિન સર્વિસનું કામ કરે છે. જ્યારે દિનમામદભાઇ ટ્રેકટર અને જેસીબીનો વિજરખી ગામમાં વ્યવસાય કરતા હોય તેમના 6 ડ્રાઇવર વગેરે માટે આ મહિલાના ઘરેથી ટિફિન મંગાવતા હતા. કોઇ વખત મહિલાના પતિ બહારગામ ગયા હોય ત્યારે દિન મામદભાઇ તેણીના ઘરે ટિફિન લેવા જતાં હતા, આ સમયે મહિલાએ તેમના ફોટા પાડી અને પોતાની સાથે સંબંધ રાખવા જણાવતા હતાં. ત્યારે દિનમામદભાઇએ સંબંધ રાખવાની ના પાડી પોતે પરણિત હોવાનું જણાવ્યું હતું.

આથી મહિલાએ તેના ફોટા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરવાની ધમકી આપી સમાધાન પેટે એક લાખ રૂપિયા પડાવી લીધા હતાં. આ પછી પણ આ મહિલાએ ધાકધમકી આપવાનું ચાલુ રાખી કટકે કટકે કુલ અઢી લાખ રૂપિયા પડાવી લીધા હતાં. થોડા દિવસ પછી આ મહિલાએ બળાત્કારના ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી આપી હતી અને પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. આખરે કંટાળેલા દિનમામદભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એલ.બી. જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular