મોંધવારીના મારનો સામનો કરી રહેલા લોકોને વધુ એક ઝાટકો લાગ્યો છે. રાંધણગેસના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે. નોન-સબસીડી વાળા 14.2 કીલોના સીલીન્ડરની કિંમતોમાં આજે 15 રૂપિયાનો વધારો થયો છે. જામનગરમાં 14.2કિલોના સીલીન્ડરની કિંમત રૂ.897 છે.
દેશમાં ચાલુ વર્ષે LPG સીલીન્ડરના ભાવમાં અત્યાર સુધી રૂ.205નો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં દર મહીને રૂ.25નો વધારો કરવામાં આવ્યો હતો. હાલ રાજ્યમાં નોન સબસીડી વાળા એલપીજી સીલીન્ડરનો ભાવ રૂ.900ની નજીક છે. જયારે જામનગરમાં 14.2કિલોના સીલીન્ડરની કિંમત રૂ.897 છે.
ઓઇલ કંપનીઓએ આજે એટલે કે 6 ઓક્ટોબરે ફરી એક વખત એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. એલપીજી સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તાજેતરના વધારા બાદ દિલ્હીમાં 14.5 કિલો ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયાથી વધીને 899.50 રૂપિયા થઈ ગઈ છે.દિલ્હી સિવાય અન્ય શહેરોની વાત કરીએ તો કોલકાતામાં એલપીજી સિલિન્ડરની કિંમત 911 રૂપિયાથી વધીને 926 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, મુંબઈમાં એલપીજીની કિંમત 844.50 રૂપિયાથી વધીને 899.50 રૂપિયા અને ચેન્નાઈમાં નોન સબસિડીવાળા સિલિન્ડરની કિંમત હવે વધીને 915.50 રૂપિયા થઈ ગઈ છે.