Thursday, December 18, 2025
Homeખબર સ્પેશીયલજામનગરના મનોરંજન પ્રેમી લોકોને ખળખળાટ હાસ્ય સાથે મનોરંજન પીરસતુ આર.આર. ગ્રુપ -...

જામનગરના મનોરંજન પ્રેમી લોકોને ખળખળાટ હાસ્ય સાથે મનોરંજન પીરસતુ આર.આર. ગ્રુપ – VIDEO

વર્ષ દરમિયાન નાટકો અને મ્યુઝીક શોના આયોજનો : આગામી 6 જાન્યુઆરીએ આર.ડી. બર્મન નાઇટ તથા 30 જાન્યુઆરીએ હાલો પટેલ ભાઇની જાનમાં નાટક શો

આજના સમયમાં નોકરી-ધંધા-વ્યવસાયમાં વ્યસ્ત રહેતાં લોકો રજાઓમાં પરિવાર સાથે સમય ગાળવાનું પસંદ કરતાં હોય છે. અઠવાડિયાના 6 દિવસ કામધંધાનું ભારણ, અસંખ્ય જાતના ટેન્શનો, હાડમારીઓ, બહારગામ વ્યવસાય, નોકરી કરતાં લોકોને મુસાફરીના ત્રાસમાંથી રવિવારની રજા મળતાં જ લોકો ગેલમાં આવી જાય છે અને આ રજા પરિવાર સાથે ખુશીની પળો માણવાનું પસંદ કરતાં હોય છે. તેમજ 6 દિવસના કામના ભારણ અને ટેન્શનમાંથી મુક્ત થઇને પરિવાર સાથે ફિલ્મ જોવા જવાનું, હરવા-ફરવા જવાનું કે સાંસ્કૃતિક કાર્યક્રમો માણવાનું પસંદ કરતાં હોય છે. જેથી કામના ભારણમાંથી મુક્ત થઇ એક દિવસ પરિવાર સાથે હળવાશની પળો માણી 6 દિવસ દરમિયાન થયેલ કામનો તણાવ દૂર થઇ શકે અને પરિવાર સાથે યાદગાર ક્ષણો માણી મનોરંજનનો લ્હાવો લઇ શકાય.

- Advertisement -

જામનગરમાં શહેરીજનો માટે રજાનો દિવસ મોજ મસ્તીનો દિવસ બનાવી લોકો પોતાના પરિવાર સાથે પોતાને મનપસંદ કાર્યો અનુરૂપ નીકળી પડતાં હોય છે. કયારેક લોકો કોઇ મ્યુઝિક શો જોવાનું કે ફિલ્મ જોવાનું અથવા તો કોઇ નાટક જોવાનું પસંદ કરતાં હોય છે અને પરિવાર સાથે સમય વિતાવવા મનોરંજનનું સાધન શોધતા હોય છે. જામનગરના મનોરંજનપ્રિય લોકો માટે વર્ષ 2009 થી આર. આર. ગૃપ મનોરંજન પીરસી રહ્યું છે. આ આર.આર. ગ્રુપના દરેક કાર્યક્રમોમાં હરહંમેશ મીડીયા પાર્ટનર તરીકે “ખબર ગુજરાત” જોડાયેલું હોય છે લોકોને મનોરંજન પીરસતા આર. આર. ગૃપના વિરેન્દ્રભાઇ સુબા તથા રોહનભાઇ સુબા લોકો માટે અનેકવિધ કાર્યક્રમો લઇને આવે છે. નગરની મનોરંજનપ્રિય જનતા માટે વ્યાજબી ભાવની ટિકિટો સાથે વર્ષભરના અનેક કાર્યક્રમો આયોજકો આપી રહ્યાં છે.

- Advertisement -

આર. આર. ગૃપના રોહનભાઇ સુબાએ “ખબર ગુજરાત” મુલાકાતમાં જણાવ્યું હતું કે, આર. આર. ગૃપ દ્વારા વર્ષ દરમ્યાન 10 થી 11 જેટલા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવે છે. જેમાં મ્યુઝિક તથા નાટકના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 130 થી વધુ શો થઇ ચૂકયા છે. તેમજ તેમાં મ્યુઝિકના 400 જેટલા સભ્યો તથા નાટકના 550 જેટલા સભ્યો સહિત 1000 થી વધુ સભ્યો આ ગૃપમાં જોડાઈ ચૂકયા છે અને મનોરંજનની મજા માણી ચૂકયા છે. આ ગૃપ દ્વારા યોજાયેલ નાટકોમાં અત્યાર સુધીમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ડો. હાથી, પોપટલાલ, અબ્દુલ, નટુકાકા, બાઘો આ ઉપરાંત બાલવીર, ડુબાડુબા, ટીકુ તલસાણિયા, પરેશ રાવલ સહિતના કલાકારોના કાર્યક્રમો યોજાઇ ચૂકયા છે. તેમજ અલ્તાફ રાજા, સુદેશ ભોંસલે, મહમદ અઝીઝ, શબ્બીરકુમાર, અન્વેશ ગુપ્તા, મનહર ઉઘાસ સહિતના ગાયકોના કાર્યક્રમો યોજાઇ ચૂકયા છે.

ત્યારે આગામી વર્ષ 2026 માટે આર. આર.ગૃપ ફરી એક વખત અવનવા નાટકો અને મ્યુઝિક કાર્યક્રમો લઇને આવી રહ્યું છે અને તે માટે મેમ્બરશીપ પ્રક્રિયા ચાલી રહી છે. વર્ષ 2026માં સૌપ્રથમ કાર્યક્રમ તા. 06 જાન્યુઆરીના આર. ડી. બર્મન નાઇટનું આયોજન કરાયું છે. જેમાં મુંબઇથી 31 જેટલા સીંગરો, મ્યુઝિશિયન આવી રહ્યાં છે. આ ઉપરાંત તા. 30 જાન્યુઆરીના “હાલો પટેલભાઇની જાનમાં” નાટકનો શો યોજાનાર છે. આ ઉપરાંત વર્ષ 2026માં એકલવ્ય, લવ-લગન અને લોચાં, ચંદુ ચકડોળે ચઢયો (ગુજરાતી સિરિયલના જાણીતા કલાકાર રાહુલ અંતાણી) સહિતના આકર્ષક શો યોજાનાર છે.

- Advertisement -

વર્ષ 2026 માટે મેમ્બરશીપમાં મ્યુઝિક માટે ત્રણ શોના રૂા. 500 થી શરૂઆત અને નાટકના 8 શો માટે રૂા. 1000 થી મેમ્બરશીપનો પ્રારંભ થાય છે. જેમાં મેમ્બરશીપ મેળવવા માટે મોબાઇલ નંબર 98251 49323 તથા 93777 49323 ઉપર સંર્પક થઇ શકશે તેમ તેમણે જણાવ્યું હતું.

આમ, આજના વ્યસ્ત જીવનમાં ખડખડાટ હાસ્ય સાથે મનોરંજન તથા મ્યુઝિક શો સાથે ઓછા ખર્ચે પરિવાર સાથે મનોરંજન પીરસતું આર. આર. ગૃપ લોકોની રજાની પળોને સુંદર અને યાદગાર બનાવી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular