Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતચોટીલામાં બનશે રોપ-વે, મુખ્યમંત્રીની જાહેરાત

ચોટીલામાં બનશે રોપ-વે, મુખ્યમંત્રીની જાહેરાત

- Advertisement -

સૌરાષ્ટ્રના પ્રખ્યાત ધાર્મિક સ્થળ ચોટીલા જનાર દર્શનાર્થીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. આગમી સમયમાં ચોટીલા ડુંગર પર રોપ વે બનાવવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્રારા કરવામાં આવી છે. ચોટીલાના ડુંગર પર ચઢવા માટે 1000 પગથીયા છે. ત્યારે રોપ-બે બનતા માત્ર મીનીટોમાં ડુંગર ઉપર પહોચી શકાશે.

- Advertisement -

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્રારા આજે જાહેરાત કરવામાં આવી છે કે ચોટીલામાં આગામી સમયમાં રોપ-વે બનાવવામાં આવશે.  વિધાનસભા ગૃહમાં ચોટીલા રોપ-વે બનવાની જાહેરાત કરવામાં આવી છે.ચામુંડામાતાના દર્શન માટે ટુંક સમયમાં વૃધ્ધો અને શારીરિક અશક્ત ભક્તોને પણ ગઢ ચોટીલા ચઢવુ સરળ બનશે઼! સરકારે ચોટીલા ડુંગર પર પહોંચવા માટે રોપ-વે બાંધવાની મંજૂરી આપી આપવામાં આવી છે.  તળેટીથી 85 મીટરની ઉંચાઈ 400 મિટર લાંબા એરિયલ નેટવર્ક તૈયાર કરાશે. જેથી વૃદ્ધ અને અશક્ત ભક્તો પણ માતાજીના દર્શન કરી શકશે.

આ અગાઉ ગુજરાતમાં ગીરનાર પર રોપ-વે બાંધવામાં આવ્યો હતો. આ સુવિધાના પરિણામે લાખો લોકોને ફાયદો થયો છે, હાલ ગીરનારપર માત્ર 10 મિનીટમાં રોપ-વે મારફતે પહોચી શકાય છે. ત્યારે અગામી સમયમાં ચોટીલામાં પણ રોપ-વેની સુવિધા મળતા દર્શનાર્થીઓને સરળતા રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular