આઇપીએલ 2022માં મુંબઈ ઈન્ડિયન્સને પોતાની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા માટે આ મેચ બેવડા નુકસાનવાળી સાબિત થઈ. પહેલા ટીમ હારી, બાદમાં કેપ્ટન પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. દિલ્હી વિરુદ્ધ મેચમાં મુંબઈના બોલરોના સ્લો ઓવર રેટના કારણે કેપ્ટન રોહિત પર આ દંડ લગાવવામાં આવ્યો છે. આઇપીએલ મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 27 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન ધીમી ઓવર રેટ જાળવવા બદલ મુંબઈ ઈન્ડિયન્સ ટીમને દંડ ફટકારવામાં આવ્યો છે. ઓવર રેટને લઈને ટીમની આ પહેલી ભૂલ છે, તેથી મુંબઈના કેપ્ટન રોહિત શર્મા પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.