જામનગર શહેરના કોમલનગર વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિની ચાલીને જતો હતો ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ વિદ્યાર્થીઓના મોબાઇલની ચીલઝડપ કરી પલાયન થઈ ગયા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના કોમલનગર શેરી નં.2 માં રાધિકા ડેરી વાળી શેરીમાં બ્લોક નં.62/9 માં રહેતી અંકિતાબેન અશોકભાઇ ચોપડા (ઉ.વ.20) નામની યુવતી ગત તા.31 ડિસેમ્બરના રોજ સાંજના સમયે ખોડિયાર કોલોની 80 ફુટ રોડ પાસે ત્ર્યંબકેશ્ર્વર મહાદેવ મંદિર નજીકથી પસાર થતી હતી તે સમયે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ યુવતીના હાથમાં રહેલો રૂા.12000 ની કિંમતનો રીયલમી કંપનીનો મોબાઇલ પલકવારમાં ચીલઝડપ કરીને નાશી ગયા હતાં. તે સમયે યુવતીએ બુમાબુમ કરી હતી. પરંતુ તસ્કરો નાશી ગયા હતાં. આ અંગેની જાણ કરાતા પીએસઆઈ વી.બી. બરસબીયા તથા સ્ટાફે યુવતીના નિવેદનના આધારે બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.